________________
સમયસાર : આત્મખ્યાતિ
ભેદવિજ્ઞાનથી સિદ્ધ અને ભેદવિજ્ઞાન અભાવથી બદ્ધ એમ સમયસાર-કળશમાં (૭) ઉત્કીર્તન કરે છે -
___ अनुष्टुप् भेदविज्ञानतः सिद्धाः, सिद्धा ये किल केचन । अस्यैवाभावतो बद्धा, बद्धा ये किल केचन ॥१३१॥ ભેદ વિજ્ઞાનથી સિદ્ધો, સિદ્ધો જે કોઈ છે ખરે ! એના અભાવથી બદ્ધો, બદ્ધો જે કોઈ છે ખરે ! ૧૩૧
અમૃત પદ-(૧૩૧)
(રાગ - ઉપર પ્રમાણે) ભેદ વિજ્ઞાનથી સિદ્ધ... રે સુણો સંતા રે, જે કોઈ થયા સિદ્ધ... રે ગુણવંતા રે. એના અભાવે બદ્ધ... રે સુણો સંતા રે, જે કોઈ રહ્યા બદ્ધ... રે ગુણવંતા ૨. ૧ નિશ્ચય આ સિદ્ધાંત... રે સુણો સંતા રે, એમાં કોઈ ન બ્રાંત... રે ગુણવતા રે. ભગવાન અસ્ત જ્ઞાનમાં... સુણો સંતા રે, હોજો સદા વિશ્રાંત... રે ગુણવતા રે. ૨
અર્થ - જે કોઈ નિશ્ચય કરીને સિદ્ધો છે, તે ભેદ વિજ્ઞાન થકી સિદ્ધ છે. જે કોઈ નિશ્ચય કરીને બદ્ધ છે, તે આના જ (ભેદ વિજ્ઞાનના જ) અભાવ થકી બદ્ધ છે.
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય “અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જૂદો ભાસવો ત્યાંથી મુક્ત દશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૭૭૯
ભેદવિશાન થકી જ સિદ્ધઃ તેના અભાવ થકી જ બદ્ધ ભેદવિજ્ઞાનના મહિમાતિશયનું ઉત્કીર્તન કરતી કળશ રત્નત્રયીના આ અંતિમ કળશ - રત્નમાં ભેદ વિજ્ઞાન થકી જ સિદ્ધિ છે એમ અમૃતચંદ્રાચાર્યજી ડિડિમ નાદથી ઉદ્ઘોષે છે, અને અહો આચાર્યજી !. આપ ભેદવિજ્ઞાન પર આટલો બધો ભાર મૂકી તેનો આટલો બધો મહિમા કેમ સંગીત કરો છો ? તેનો જાણે જવાબ આપતા હોય એમ ભેદવિજ્ઞાનનો અનુપમ મહિમા ઉત્કીર્તન કરતો નિશ્ચય સિદ્ધાંત સ્થાપિત કરે છે કે - એવિજ્ઞાનતઃ સિદ્ધા: સિદ્ધા છે જિત વન - જે કોઈ નિશ્ચય કરીને સિદ્ધો (મુક્તો) છે, તે ભેદવિજ્ઞાન થકી જ સિદ્ધ છે, જે કોઈ નિશ્ચય કરીને બદ્ધ (બંધાયેલા) છે, તે આ ભેદવિજ્ઞાનના અભાવ થકી જ-બદ્ધ છે - ખર્ચવામાવતો વા વૈદ્ધા તિ વન | આમ ભેદવિજ્ઞાનના અભાવે બંધ અને ભેદવિજ્ઞાનના સભાવે મોક્ષ એમ બંધ - મોક્ષની સકલ અવિકલ નિશ્ચય વ્યવસ્થા પરથી અન્વય - વ્યતિરેકથી ભેદવિજ્ઞાનનો અનુપમ મહિમા" સ્વયં સિદ્ધ થાય છે.
આકતિ ભેદ વિજ્ઞાન ને શુદ્ધ આત્મોપલબ્ધિ – સંવર
' ' ભેદવિજ્ઞાન – અત્યંત ભાવ્ય જ્ઞાનY
અચ્છિન્ન ધારાથી જ્ઞાન
પર પ્રતિ9િ
I ! ટ્યુત ભેદવિજ્ઞાન - સર્વ સિદ્ધો : ઃ ભેદવિજ્ઞાન અભાવ – સર્વ બદ્ધો
૧૮s