________________
સમયસાર : આત્મખ્યાતિ
કર્મને ભરથી (પૂરેપૂરી રીતે સર્વથા) દૂરથી નિસંધતો સ્થિત છે અને પૂર્વબદ્ધ તે જ (કર્મને) દહવાને હમણાં નિા વ્યાજૂભે છે (વિકાસે છે), કારણકે અપાવૃત (આવરણ રહિત, ખુલ્લી થયેલી) જ્ઞાન જ્યોતિ રાગાદિથી મૂચ્છ પામતી નથી. ૧૩૩
અમૃત જ્યોતિ' મહાભાષ્ય (વિવેચન) આત્મામાં પ્રવર્તવું તે નિર્જરા.” “જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહા નિર્જરા થાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૬૦૦
જો સંવર પદ પાઈ આનંદે, સો પૂરવકૃત કર્મ નિકંદે, જો અફંદ હવૈ બહુરિ ન ફંદે, સો નિરજરા બનારસી વંદૈ.”* - સ.સા.ના. નિર્જરા અ. ૨ શાર્દૂલવિક્રીડિતથી સંગીત કરેલા આ મંગલ કલશમાં પુરુષશાર્દૂલ મહાગીતાર્થ મહાનિગ્રંથ મુનીશ્વર
અમૃતચંદ્રજીએ, પરમ સંવરસ્વરૂપે સ્થિત રહી નિર્જરાનો ભાગ ભજવતી પ્રગટ જ્ઞાન જ્યોતિઃ ભગવતી જ્ઞાન જ્યોતિની અત્રે અદૂભુત સ્તુતિ લલકારી છે - સંવર - નિર્જરા રાગ્નિવરો તો નિષથુરાં ધૃતા : સંવર: - રાગ આદિ - રાગ-દ્વેષ-મોહ
- આદિ આમ્રવના - કર્મ આગમનના રોધથી - અટકાયતથી નિજધુરાને - પોતાની ધુરાને - લગામને ધારણ કરીને પર-પરમ-ઉત્કૃષ્ટ સંવર “સ્થિત છે - સ્થિતિ કરી રહ્યો છે. શું કરતો સ્થિત છે ? માન સમસ્તમૈવ ભરતી ટૂરાત્રિરંથન સ્થિત- “આગામી' - આવતા ભાવિ કર્મને સમસ્તને જ “ભરથી' - સારી પેઠે - સર્વથા - સંપૂર્ણપણે દૂરથી - લાંબેથી - “નિરુંધતો' - નિતાંતપણે રુંધતો - રોકતો સ્થિત છે - સ્થિરપણે ખડો ઉભો છે. આગામી કર્મને નિસંધતો આમ સંવર સ્થિત છે, તો પૂર્વબદ્ધનું શું ? પ્રાવä તુ તવેવ ધુમધુના શ્રીકૃષ્ણને નિર્જરા - “પ્રાગું બદ્ધ” - પૂર્વબદ્ધ - પૂર્વે બાંધેલ તેને જ – તે કર્મને જ દહવાને - બાળવાને “અધુના' - હમણાં – હવે સંવર થયા પછી - નિર્જરા “વ્યાજુભે' છે - જંભા જેમ વિકાસે છે. કારણ શું ? કારણકે જ્ઞાનજ્યોતિ “અપાવૃત થયેલી' - આવરણ દૂર થયેલી તે નિશ્ચય કરીને રાગાદિથી મૂછતી નથી - મૂચ્છ પામતી નથી. અર્થાત્ આર્ષદેશ અમૃતચંદ્રાચાર્યજીનો દિવ્ય આત્મધ્વનિ જાણે અત્રે પોકારે છે - અહો ! આ
અધ્યાત્મ મહાનાટકના દેશ અધ્યાત્મ રસિક આત્માર્થીજનો ! જુઓ ! આ ભાવિ કર્મ રોધતો સંવર: “પર સંવર' - સર્વ પરભાવથી પર થયેલો પરમ સંવર સ્થિત છે ! પૂર્વ કર્મ બાળતી નિર્જરા ખડકની જેમ ખડો ઉભો છે ! રાગ-દ્વેષ-મોહ કોઈએ પણ અહીં મહારા
આત્મ પ્રદેશમાં લેશ પણ પ્રવેશ કર્યો તો ખબરદાર ! - એમ રાગાદિ આસ્રવ ભાવના પ્રવેશને રોકી રાખી, “રાગાદિ આમ્રવના રોધથી', આ સતત જાગ્રતપણે ખડે પગે ઉભેલા ખબરદાર સંવરે “નિજ ધુરા' - પોતાની આત્માની ધુરા' - લગામ ધારણ કરી છે, આત્માની સ્વાયત્ત સત્તાના સૂત્ર હાથ કર્યા છે, આત્મ-સ્વરાજ્યના સંચાલનનો દોર હાથમાં લીધો છે, સર્વત્ર સૌથી પ્રથમ “ધુરિ’ મુખ્ય અગ્રભાગ ભજવવા રૂપ આત્મરાજાનું પ્રાધાન્ય હસ્તગત કર્યું છે. આમ રાગાદિ આસ્રવ રોધથી નિજ ધુરા ધારણ કરીને, આ પર સંવર “આગામિ' - આગમતા - આવતા - ભાવિ કર્મને સમસ્તને જ ભરથી - સંપૂર્ણપણાથી - સર્વથા દૂરથી “નિરુંધતો' - નિરોધનો - રોકી રાખતો સ્થિત” છે, અડગ સ્થિર રહેલો છે અને તે મુમુક્ષુ જોગીજનો ! હવે આ તરફ જુઓ ! આ પરમ સંવર સાથે સર્વદા સંલગ્ન થયેલી એવી આ નિર્જરાસુંદરી હમણાં “પૂર્વબદ્ધ' તે જ કર્મને બાળી ભસ્મ કરવાને જ્વાલાની જેમ “વિજ્ભી' રહી છે, “ર્જુભા' મુખ વિકાસી રહી છે ! પોતાના સ્વામી સંવરનું આદરેલું અધૂરું રહેલું કર્મને ખતમ કરવાનું કામ પૂરું કરવાને જાણે તેમ કરી રહી હોયની, એમ સ્વરૂપ
અર્થાતુ - જે સંવર પદ પામીને આનંદ છે, તે પૂર્વ કૃત કર્મને “નિકંદ છે' - નિકંદન કાઢે છે - જડ મૂળથી ઉખેડી નાંખે છે. “અફંદ’ - અસ્પદ - અચલાયમાન રહી ફરી “ફંદમાં” - પરભાવના ફાંદામાં પડતી નથી તે નિર્જરાએ બનારસીદાસ વંદે છે.
૧૯૦