________________
સમયસાર : આત્મખ્યાતિ તાત્પર્ય - શુદ્ધ નય છોડતા નહિ એવા ભાવનો સમયસાર કળશ (૧૦) પ્રકાશે છે -
अनुष्टुप् इदमेवात्र तात्पर्य, हेयः शुद्धनयो न हि । नास्ति बंधस्तदत्यागात, तत्त्यागाद्वंध एव हि ॥१२२॥ આ જ છે અત્ર તાત્પર્ય, હેય શુદ્ધનય નહિ, છે ન બંધ તદત્યાગે, તત્ ત્યાગે બંધ છે સહી. ૧૨૨
અમૃત પદ-(૧૨૨) . શુદ્ધનય ના ત્યજવો કદીયે, તાત્પર્ય અત્ર જાણો ! શુદ્ધનય આશ્રિત આત્માને, શુદ્ધ દશામાં આણો .... શુદ્ધનય ના ત્યજવો. ૧ બંધ ન તેના અત્યાગે છે, બંધ જ તેના ત્યાગે,
ભગવાન અનુભવ અમૃત સિંધુ, શુદ્ધનય ના ત્યાગે... શુદ્ધનય ના ત્યજવો. ૨ અર્થ - આ જ અત્રે તાત્પર્ય છે કે શુદ્ધનય હેય (ત્યજવો યોગ્ય) નથી જ, તેના અત્યાગ થકી બંધ છે નહિ, તેના ત્યાગ થકી નિશ્ચય કરીને બંધ જ છે.
અમૃત જ્યોતિ” મહાભાષ્ય “જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે.”
જો જીવમાં અસંગ દશા આવે તો આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે અને તે અસંગ દશાનો હેતુ વૈરાગ્ય, ઉપશમ છે, જે ફરી ફરી જિનાગમમાં તથા વેદાંતાદિ ઘણાં શાસ્ત્રોમાં કહેલ છે, વિસ્તારેલ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૧૩, ૩૦૫
અને આ ઉપરથી ઉપસંહાર કરતાં મહાકવીશ્વર કળશકાવ્ય સા કવિ બ્રહ્મા પરબ્રહ્મ સ્વરૂપ આર્ષ દ્રા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આ અધિકારના અને આ શાસ્ત્રમાં તાત્પર્ય બોધરૂપ આ કળશ કાવ્ય લલકાર્યું છે - રૂવાત્ર તપૂર્વ રેયો શુદ્ધનો ન હિ - આ જ અત્રે તાત્પર્ય – પરમાર્થ રહસ્ય છે કે શુદ્ધનય કદી પણ “હેય” - ત્યાજ્ય નથી – ત્યજવો યોગ્ય નથી, કારણકે નાતિ વંધસ્તવયાત્ – તેના
અત્યાગથી’ બંધ નથી ને તેના ત્યાગથી’ - “બંધ જ છે'. તન્યાબંધ વ દિ. અર્થાત શબ્દનયને ન ત્યજ્યો તો બંધ નથી ને શુદ્ધનય જો ત્યજ્યો તો બંધ ચોક્કસ છે જ. શુદ્ધનય છૂટ્યો કે મૂઆ પડ્યા ! શુદ્ધનય મૂક્યો કે ચૂક્યો ! માટે બંધથી જે છૂટવા ઈચ્છે છે તે મુમુક્ષુ આત્માર્થીએ શુદ્ધનયને કદી પણ છોડવો યોગ્ય નથી, શુદ્ધ નયની - નિશ્ચય નયની પકડ દેઢ નિશ્ચયથી પકડી રાખવા યોગ્ય છે અને તે શુદ્ધનયના અવલંબને શુદ્ધોપયોગમય શુદ્ધનય દશા પ્રાપ્ત કરવા યોગ્ય છે. આ અંગે કવિવર બનારસીદાસજી પણ ઉપસંહારે છે કે - આ ગ્રંથનો - સમયસારનો આ જ “નિચોડ - નિષ્કર્ષ - સારભૂત પરમાર્થ છે અને આ જ “પરમરસ' - શુદ્ધ ચેતનરસનો “પોષ” પુષ્ટિકારક ભાવ છે કે શુદ્ધનય ત્યજ્ય બંધ છે અને શુદ્ધ નય ગ્રહો મોક્ષ છે.
“યહ નિચોર આ ગ્રંથકી, યહૈ પરમરસ પોષ, તજૈ શુદ્ધનય બંધ હૈ, ગહૈ સુદ્ધનય મોક્ષ.” - શ્રી બના.કૃત સોસા.આ.અ. ૧૦
આકૃતિ - અત્યાગ – નાસ્તિ બંધ - ત્યાગ – બંધ જ
૧૪૪