________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મા પરમ સરસ
અમૂલ્ય ચૈતન્ય ચિંતામણિ છું અને આ પરભાવ તો તુચ્છ તણખલા તોલે છે. પરમ અમૃતરસમય ચૈતન્ય સુધાસિંધુ છું અને આ પરભાવ તો અતિ વિરસ મહાદુર્ગંધી ગંધાતું અશુચિ ખાબોચીઉં છે. હું આત્મા પરમાનંદમય પરમ ‘સુખધામ' છું અને આ પરભાવ તો પરમ ક્લેશમય પરમ ‘દુ:ખધામ' છે. આવા અચિંત્ય ચિંતામણિ, ચૈતન્યામૃત સિંધુ, ૫૨મ સુખધામ હું ‘અમૃતચંદ્ર' આત્માના પરમ પમ મહિમા આગળ આ તૃણ તુલ્ય, અશુિચ ખાબોચીઆ સમાન, દુ:ખધામ પરભાવમય અખિલ જગત્નો મિહમા પરમ પામર - પરમ તુચ્છ છે, આ જગતને વિષે અખિલ જગત્ કરતાં પણ ‘ગુરુ’ – મહત્ જો કોઈ પણ હોય તો જગદ્ગુરુ ભગવાન્ ‘અમૃતચંદ્ર’ આત્મા જ છે.
આમ આ આત્માનો ‘મહિમા મેરુ સમાન' આ ભેદવિજ્ઞાની આત્મજ્ઞાની ‘ભેદ વિજ્ઞાન શક્તિથી જાણે છે અને તે જાણે છે એટલે તે ‘નિજ મહિમા' પ્રત્યે તેની પરમ પ્રીતિ-આસક્તિ રતિ સમુલ્લસે છે, એટલે જ તે ‘નિજ મહિમારત' નિજ આત્માના જગદતિશાયી મહાત્મ્યમાં રમણ કરનારા પરમ પ્રીતિમાનૢ હોય છે અને આવા નિજ મહિમારત’ એઓને જ ‘શુદ્ધ આત્મોપતંભ' (શુદ્ધ તત્ત્વોપતંભ) હોય છે, શુદ્ધ આત્માની અનુભવ પ્રાપ્તિ હોય છે અને આમ જે અમૃતચંદ્ર’ શુદ્ધાત્માના અનુભવનો પરમ અમૃતરસ આસ્વાદે છે, તેને પછી હાલાહલ વિષ જેવા પરભાવ વિભાવનો પરમ વિરસ રસ લેશ પણ રુચતો નથી, એટલે તે ‘શુદ્ધાત્મોપલંભ' – શુદ્ધાત્માનુભવ હોતાં આ ભેદવિજ્ઞાની આત્મજ્ઞાની કદી પણ પરભાવ - વિભાવથી ચલાયમાન ન થાય એમ અચલિતપણે’ `‘અખિલ' – સર્વ ‘અન્ય દ્રવ્યોથી' - પરદ્રવ્યોથી ‘દૂરે સ્થિત' હોય છે, દૂરે રહે છે (for away at respectable distance !) કે જેથી કરીને ભૂલેચૂકે પણ પરભાવ વિભાવ વિષનો સ્પર્શ ન થઈ જાય ! અને આમ જે શુદ્ધાત્માનુભવ કરતાં અચલિતપણે અખિલ અન્ય દ્રવ્યોથી દૂરે સ્થિત હોય છે એવા એઓને ‘અક્ષય કર્મમોક્ષ' થાય છે, જેનો કદી પણ ‘ક્ષય’ - નાશ થતો નથી - અક્ષય નિધિ જેમ જે કદી ખૂટતો નથી એવો ‘અક્ષય’ - ‘કર્મમોક્ષ’ - સકલ કર્મથી છૂટકારો થાય છે.
-
અચલિતપણે અખિલ પરદ્રવ્યથી દૂર સ્થિતોને અક્ષય કર્મમોક્ષ
અત્રે આત્મધ્યાનને જ સંવર કહ્યો છે, કારણકે શુભાશુભ કર્મને દહન કરનારો આ ધ્યાન અગ્નિ જ છે. આ અંગે કુંદકુંદાચાર્યજીએ પંચાસ્તિકાય* ગા. ૧૪૬માં પણ કહ્યું છે કે - જેને રાગ દ્વેષ મોહ અથવા યોગપરિકર્મ નથી, તેને શુભાશુભનું દહન કરનારો ધ્યાનમય અગ્નિ ઉપજે છે.' આ ગાથાની અપૂર્વ વ્યાખ્યા* કરતાં અમૃતચંદ્રાચાર્યજી અદ્ભુત ધ્યાનનું સ્વરૂપ દાખવતી તત્ત્વ મીમાંસા પ્રકાશે છે કે - શુદ્ધ સ્વરૂપમાં અવિચલિત ચૈતન્ય વૃત્તિ એ જ નિશ્ચયે કરીને ધ્યાન છે. હવે આનો આત્મલાભવિધિ કહેવામાં આવે છે – જ્યારે ખરેખરા યોગી દર્શન-ચારિત્રમોહનીય વિપાકના પુદ્ગલકર્મપણાને લીધે કર્મને સારી પેઠે સંહરી લઈ, તેની અનુવૃત્તિમાંથી અમોહતા - અરંજતા - અદ્વેષતા ઉપયોગને વ્યાવૃત્ત કરી અત્યન્ત શુદ્ધ જ એવા આત્મામાં નિષ્કપ નિવેશે છે (સ્થાપે છે), ત્યારે નિષ્ક્રિય ચૈતન્યરૂપ વિશ્રાંત આને કાયાને અભાવતાં સ્વકર્મોમાં અવ્યાપારતાને સકલ શુભાશુભ કર્મેન્ધનના દહન સમર્થપણાને લીધે અગ્નિ સમું એવું પરમ પુરુષાર્થસિદ્ધિ ઉપાયભૂત ધ્યાન ઉપજે છે.’
- વાદ્મનઃ
-
કયા ક્રમથી સંવર થાય છે ? તો કે
-
"जस्स ण विजदि रागो दोसो मोहो व जोगपरिकम्मो ।
તસ્સ સુહાસુઽળો ાળમળો ખાયર્ અગળી ॥'' - ‘પંચાસ્તિકાય’, ગા. ૧૪૬
‘“ध्यानस्वरूपाभिधानमेतत् । शुद्धस्वरूपेऽविचलितचैतन्यवृत्तिर्हि ध्यानम् । अथास्यात्मलाभविधिरभिधीयते । यदा खलु योगी दर्शनचारित्रमोहनीयविपाकपुद्गलकर्मत्वात् कर्म सुसंहृत्य तदनुवृत्तेः व्यावृत्त्योपयोगममुह्यन्तमरज्यन्तमद्विषन्तं चात्यन्तशुद्ध एवात्मनि निष्कम्पं निवेशयति, तदास्य निष्क्रियचैतन्यस्वरूपविश्रान्तस्य वाङ्गमनः कायानभावयतः स्वकर्मस्वव्यापारयतः सकलशुभाशुभकर्मेन्धनदहनसमर्थत्वात् अग्निकल्पं परमपुरुषार्थसिद्धयुपायभूतं ध्यानं जायते ।
૧૭૮