________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત જ્યોતિ” મહાભાષ્ય હે જીવ ! આટલો બધો પ્રમાદ શો ? શુદ્ધ આત્મપદની પ્રાપ્તિને અર્થે વિતરાગ સન્માર્ગની ઉપાસના કર્તવ્ય છે.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૬૯૪) ૭૬૪
ઉક્ત જ્ઞાનરૂપ પરમાર્થ મોક્ષહેતુના લક્ષ વિના કે લક્ષ સહિત પણ શુભાદિ વ્યવહારને જ મોક્ષહેતુ માની બેસનારા તે તે “પરમાર્થ બાહ્ય” મુમુક્ષુજનોને પરમકૃપાળુ પરમ ગુરુ કુંદકુંદાચાર્યજીએ નિષ્કારણ કરુણાથી અત્રે સાચા મોક્ષમાર્ગે ચઢાવવાના શુદ્ધ હેતુથી પરમાર્થ મોક્ષહેતુથી અન્ય - જૂદા એવા શુભકર્મ રૂપ વ્યવહારમાર્ગનો નિષેધ કર્યો છે અને તેના પરમ અદ્ભુત પરમાર્થ પરમ ગુરુ આત્મખ્યાતિકર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરિÚટ કર્યો છે.' જે ખરેખર ! પરમાર્થ મોહેતુથી અતિરિક્ત” - ઉક્ત જ્ઞાન રૂપ પરમાર્થ મોક્ષહેતુથી – ખરેખરા
તાત્ત્વિક પરમાર્થ સત્ મોક્ષહેતુથી અતિરિક્ત - જૂદો વ્રત-તપ પ્રમુખ શુભકર્મ દ્રવ્યાંતર સ્વભાવપણાને લીધે ૩૫ એવો કોઈના અભિપ્રાય મોક્ષહેતુ છે, તે “સર્વ પણ પ્રતિષિદ્ધ છે', તે શુભકર્મ મોક્ષહેતુ નથી: એક .
ક સમસ્ત પણ પ્રતિષેધવામાં - નિષેધવામાં આવેલો છે. શા માટે ? તચ દ્રવ્ય સ્વભાવ ભાવપણાને લીધે શાન ભવન માત્ર જ દ્રવ્યાનરવભાવવત્ - ‘તેના દ્રવ્યાંતર સ્વભાવપણાને લીધે તત સ્વભાવે પરમાર્થ મોહેતુ જ્ઞાનભવનનું અભવન છે માટે', તત્ત્વમાન જ્ઞાનમવનસ્ય સમવનતુ | અર્થાતુ.
તેનું - તે વ્રત-તપાદિ શુભકર્મનું આત્માથી અન્ય એવું દ્રવ્યાન્તર ઃ છે તેને લીધે તે દ્રવ્યાંતર સ્વભાવે જ્ઞાન ભવનનું અભવન - નહિ હોવાપણું છે, દ્રવ્યાંતર સ્વભાવે જ્ઞાન પરિણમન - હોવાપણું હોતું નથી માટે. (અને આથી ઉલટું -) પરમાર્થમોક્ષહેતીરવ દ્રિવ્યસ્વભાવવંતુ પરમાર્થ મોક્ષહેતુના જ એક દ્રવ્ય સ્વભાવપણાને લીધે તસ્વભાવે જ્ઞાન ભવનનું ભવન છે માટે, તત્ સ્વમાન જ્ઞાનમવની ભવનાત', આત્માથી એકદ્રવ્યસ્વભાવપણું છે, તેને લીધે, તત્ સ્વભાવે - તે આત્મદ્રવ્ય સ્વભાવે જ્ઞાનભવનનું ભવન - હોવાપણું છે - આત્મ સ્વભાવે જ્ઞાન પરિણમન - હોવાપણું હોય છે માટે. આનો ફલિતાર્થ શું છે ? ઉપર કહ્યું તે પરથી અર્થાપત્તિથી સ્વયં સિદ્ધ થાય છે કે જ્ઞાનભવન માત્ર જે પરમાર્થ મોહેતુ છે, તેનું જ એક આત્મદ્રવ્ય સ્વભાવપણું હોઈ તે જ – જ્ઞાનભવન માત્ર જ - કેવલ જ્ઞાન જ મોક્ષહેતુ છે - મોક્ષદેતુdવેવ તત્ ! બે વસ્તુનો સંબંધ હોવો તે બંધ છે, બે વસ્તુનો સંબંધ છૂટી એક વસ્તુ હોવું તે મોક્ષ છે. એટલે કે
બંધ બે હોય તો થાય છે, એટલે જ્યાં પરનો આશ્રય છે તે બંધમાર્ગ છે, કેવલ શાનભવન મોક્ષ એક હોય તો થાય છે, એટલે જ્યાં પરનો આશ્રય છૂટી કેવલ સ્વનો નિશ્ચય મોક્ષમાર્ગ: જ આશ્રય છે તે મોક્ષમાર્ગ છે. આમ ત્રણે કાળમાં ન ચળે એવો અખંડ વ્યવહાર મોક્ષમાર્ગ : નિશ્ચય સિદ્ધાંત છે કે મોક્ષમાર્ગ આત્માશ્રિત છે, એટલે શુદ્ધ સહજ
આત્મસ્વરૂપ આત્મસ્વભાવનો જે આશ્રય કરે છે - કેવલ જ્ઞાનભવન રૂપ શુદ્ધોપયોગને અવલંબે છે તે જ મોક્ષ પામે છે. સમ્યગુ દર્શન - જ્ઞાન - ચારિત્ર એ આત્માનો સ્વભાવ છે અને તત્ સ્વભાવે જ્ઞાનનું ભવન એ જ એક પરમાર્થ મોક્ષહેતુ - નિશ્ચય મોક્ષહેતુ છે, પરમાર્થ મોક્ષમાર્ગ-નિશ્ચય મોક્ષમાર્ગ છે. આથી ઉલટું જે પરદ્રવ્યાશ્રિત છે તે મોક્ષમાર્ગ નથી પણ બંધમા એટલે વ્રત-તપ પ્રમુખ શુભકર્મ રૂપ - શુભોપયોગ રૂપ વ્યવહાર માર્ગને કોઈ લોકો મોક્ષમાર્ગ માની બેસે છે, તે તેમ નથી. અર્થાત્ અશુભ કર્મ જેમ બંધમાર્ગ છે, તેમ શુભકર્મ રૂપ વ્યવહાર ધર્મ પણ બંધમાર્ગ જ છે, મોક્ષમાર્ગ નથી જ. હા, વ્યવહાર મોક્ષમાર્ગ પરમાર્થ મોક્ષમાર્ગનું નિમિત્ત થઈ શકે છે, એટલે નિમિત્ત-નૈમિત્તિક સંબંધને લીધે તે “વ્યવહાર મોક્ષમાર્ગ' એમ ઉપચારથી કહેવાય છે, પણ તે પોતે વાસ્તવિક સાક્ષાતુ મોક્ષમાર્ગ નથી. તે વ્યવહારના નિમિત્ત અવલંબને જીવ જે પરમાર્થ “મોક્ષમાર્ગે ચઢે તો તેની અપેક્ષાએ તે કારણમાં કાર્યના ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ છે. વાસ્તવિક મોક્ષમાર્ગ તો પરમાર્થ મોક્ષમાર્ગ-નિશ્ચય મોક્ષમાર્ગ જ છે અને તે તો ઉક્ત પ્રકારે પરમાર્થ મોક્ષહેતુ જ્ઞાન એ જ મોક્ષમાર્ગ છે -
૭૦