________________
પર્યાપાપ પ્રરૂપક તૃતીય અંક: સમયસાર કળશ ૧૦૭
કર્મસ્વભાવથી વૃત્ત જ્ઞાન ભવન નથી એવા ભાવનો સમયસાર કળશ (૮) કહે છે -
अनुष्टुप् वृत्तं कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि । द्रव्यांतरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत् ॥१०७॥ વૃત્ત કર્મસ્વભાવે ના, ભવન જ્ઞાનનું કદા; દ્રવ્યાંતર સ્વભાવત્વે, મોહેતુ ન કર્મ તતું. ૧૦૭
અમૃત પદ-૧૦૭ કર્મ કરણ ન મોક્ષનો હેતુ, કર્મ કરણ ન મોક્ષનો હેતુ, શાન ભવન જ મોક્ષનો હેતુ, શાન ભવન જ મોક્ષ સંકેતુ. કર્મ કરણ ન મોક્ષનો હેતું. ૧ જ્ઞાન ભવન જ તે જ્ઞાન ભાવે, જ્ઞાનનું ભવન જે થાવે, જ્ઞાન ભવન જ એક જ્યાં હોયે, અન્ય ભવન ન કંઈ પણ જોય... કર્મ કરણ. ૨ શાન ભવન તે કર્મ સ્વભાવે, વૃત્ત વૃત્તિ શું ન કરાયે, શાન સ્વભાવ કદી ના જાયે, કર્મકરણમાં કદી ન ધાયે... કર્મ કરણ. ૩ કર્મ કરણ ન મોક્ષહેતુ આથી, અન્ય દ્રવ્ય સ્વભાવપણાથી, જ્ઞાન ભવન જ મોક્ષનો હેતુ, ભગવાનું અમૃત જ્ઞાને વહે તું... કર્મ કરણ. ૪
અર્થ - જ્ઞાનનું ભવન કર્મ સ્વભાવથી વૃત્ત (વિંટાયેલું) નથી જ, તેથી દ્રવ્યાંતર સ્વભાવપણાને લીધે કર્મ મોક્ષહેતુ નથી.
અમૃત જ્યોતિ મહાભાષ્ય “આત્મ પરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર ધર્મ કહે છે. આત્મ પરિણામની કંઈ પણ ચપળ પ્રવૃત્તિ થવી તેને શ્રી તીર્થકર કર્મ કહે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૬૮
આગલા કળશમાં કહ્યું તેથી ઉલટું - વૃત્ત સ્વમાન જ્ઞાનસ્ય ભવનં દિ - જ્ઞાનનું ભવન કર્મ સ્વભાવથી વૃત્ત છે નહિ, શાને લીધે ? દ્રવ્યાંતર - સ્વભાવપણાને લીધે, વ્યાંતરત્વમાવત્થાત, તેથી શું? તે
કર્મ મોહેતું નથી, પોલતુ ને ર્મ તત્ | અર્થાત્ જ્ઞાનનું “ભવન - શાન ભવન કર્મ - સ્વભાવથી હોવાપણું – પરિણમન - પરિણમવાપણું કદી પણ કર્મ સ્વભાવથી “વૃત્ત' - વૃત્ત નથી, તેથી કર્મ વિંટાયેલું છે નહિ. જેમ ક્ષેત્ર વૃત્તિથી - વાડથી વૃત્ત - વિંટાયેલું વર્તે છે, તેમ હતુ નથી જ આ જ્ઞાનનું ભવન કર્મ સ્વભાવ વૃત્તિથી - વાડથી વૃત્ત - વિંટાયેલું વર્તતું.
નથી, એટલે કે જ્ઞાન ભવન છે ત્યાં કર્મ કરણ નથી ને કર્મ કરણ છે ત્યાં જ્ઞાન ભવન નથી. કારણકે દ્રવ્યાંતર સ્વભાવપણું છે, એટલે કે જ્ઞાન ભવન એ આત્મદ્રવ્ય સ્વભાવ છે અને કર્મ સ્વભાવ એ પુદ્ગલ દ્રવ્ય સ્વભાવ છે એટલે કર્મકરણ એ દ્રવ્યાંતર સ્વભાવ રૂપ છે. તેથી કરીને દ્રવ્યાંતર સ્વભાવપણાને લીધે મોક્ષનો હેતુ તે કર્મ છે જ નહિ. અર્થાત્ મોક્ષ આત્માશ્રિત છે અને કર્મ પરાશ્રિત છે, એટલે આત્મસ્વભાવ રૂપ - આત્મધર્મ રૂપ જ્ઞાન છે ત્યાં પરસ્વભાવ રૂપ કર્મ નથી અને પરસ્વભાવ રૂપ કર્મ છે ત્યાં આત્મસ્વભાવ રૂપ - આત્મધર્મ રૂપ જ્ઞાન નથી અને આત્મ સ્વભાવ - ધર્મ થકી જ મોક્ષ થાય છે પણ પરભાવ - કર્મ થકી મોક્ષ થતો જ નથી, એટલે કે આત્મસ્વભાવ-ધર્મનો જ્યાં અભાવ છે એવું કર્મ મોહેતુ નથી જ, આ અખંડ નિશ્ચય સિદ્ધાંત ધર્મ
-
૭૫