________________
સમયસાર : આત્મખ્યાતિ
“જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે, તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગ દ્વેષ છે અથવા આ પ્રમાણે પાંચ કારણ છે - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. પહેલા કારણનો અભાવ થયે બીજનો અભાવ, પછી ત્રીજનો, પછી ચોથાનો અને છેવટે પાંચમા કારણનો અભાવ થવાનો કર્મ છે. મિથ્યાત્વ મુખ્ય મોહ છે, અવિરતિ ગૌણ મોહ છે. પ્રમાદ અને કષાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે. યોગ સહચારીપણે ઉત્પન્ન થાય છે. ચારે વ્યતીત થયા પછી પૂર્વ હેતુથી યોગ હોઈ શકે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અંક-પપપ જગતની મોહ-માયા જલમાં લપાટાવનાર નામચીન મોહનીય કર્મના બે ભેદ - દર્શનમોહ અને ચારિત્રમોહ. તેમાં (૧) દેહાદિ પરવસ્તુમાં આત્મબ્રાંતિ રૂપ દર્શનમોહને લીધે જીવને મિથ્યાદર્શન અથવા મિથ્યાત્વ હોય અને તેથી ચારિત્રમોહ પણ ઉપજે છે. (૨) એટલે પરભાવમાં આત્મબુદ્ધિ હોવાથી જીવ પરભાવથી વિરામ પામતો નથી ને અવિરતિ અવિરતિ રહે છે. (૩) આમ પરભાવ પ્રત્યે ગમન-પરિણમન કરતો હોવાથી તે સ્વરૂપ-ભ્રષ્ટતા રૂપ પ્રમાદને પામે છે. (૪) અને તે પરભાવની પ્રાપ્તિ - અપ્રાપ્તિના નિમિત્તે તે ક્રોધાદિ કષાય કરી રાગદ્વેષાદિ વિભાવ ભાવને ભજે છે. (૫) તેથી ક્ષોભ પામેલા તેના મન-વચન-કાયાના યોગ પ્રવૃત્તિ પણ તે પરભાવની પ્રાપ્તિ અર્થે તદનુકુલપણે મુખ્યપણે પ્રવર્તે છે. આમ મૂળ અવિદ્યારૂપ આત્મભ્રાંતિને લીધે જ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ આશ્રવ દ્વાર - કર્મ આગમનના ગરનાળા ખુલ્લા રહે છે. એટલે તે બંધહેતુઓથી આત્મા કર્મથી બંધાય છે અને કર્મની બેડીથી બંધાયેલો આ જીવ ભવભ્રમણ દુઃખ પામે છે.
યોગદષ્ટિ સમુચ્ચય' સવિવેચન ઉપોદઘાત (ડૉ. ભગવાનદાસ કૃત) પૃ. ૮-૯
પર
સ્વ .
જીવ
કર્મ પુદ,
૧૦૨