________________
સમયસાર : આત્મખ્યાતિ
ભાવ:' - રાગ - દ્વેષ - મોહ સંપર્કજ અજ્ઞાનમય જ ભાવ આત્માને કર્મ કરવાને પ્રેરે છે,
રાગ-દ્વેષ-મોહના સંપર્કજન્ય - સંસર્ગજન્ય, સંપર્કથી - સંસર્ગથી (Contact, રાગાદિ સંપર્કજ touch or association) જન્મેલો - ઉપજેલો અજ્ઞાનમય જ ભાવ આત્માને અશાનમય જ ભાવકર્મ કર્મ કરવાને પ્રેરે છે - ધકેલે છે (Propels, Inspires). એટલે કે રાગ પ્રેરક, બંધક
સંપર્કથી કે દ્વેષ સંપર્કથી કે મોહ સંપર્કથી ઉપજેલો ભાવ એક અજ્ઞાનમય જ
ભાવ છે અને તે અજ્ઞાનમય ભાવ જ હું આ કરૂં ને હું તે કરું એમ કર્મ કરવાને આત્માને પ્રેરે છે – ધકેલે છે. કોની જેમ ? તો કે - કયાંતોષનસંપર્વન વ નાયરસૂવી - લોહ ચુંબક સંપર્કજ જેમ લોહ સૂચિને', લોહચુંબકના સંપર્ક જન્ય - સંસર્ગ જન્ય ભાવ જેમ લોહસૂચિને - લોઢાની સોયને કર્મ કરવાને પ્રેરે છે - લોહચુંબકના સંપર્કથી - સંસર્ગથી ઉપજેલો ભાવ જેમ લોઢાની સોયને લોહચુંબક પ્રતિ આકર્ષાવા રૂપ કર્મ કરવાને પ્રેરે છે - ધકેલે છે (Propels) તેમ. લોહચુંબકનો સંપર્ક - પાસ હોય તો લોઢાની સોય તેના પ્રત્યે આકર્ષાય છે - ખેંચાય છે, તેમ રાગાદિ ભાવનો સંપર્ક - પાસ હોય તો આત્મા કર્મ કરવા પ્રેરાય છે. પણ આથી ઉલટું, “તવેગ જ્ઞાનમ:' - “તદ્ વિવેકજ' (રાગાદિ વિવેકજ) જ્ઞાનમય ભાવ કર્મ કરણ ઔત્સુક્ય જ્યાં નથી એવા આત્માને સ્વભાવથી જ સ્થાપે છે - “ર્મકરસુવચમાત્માનું સ્વમવેર્નવ થાપતિ ' રાગાદિના વિવેકજન્ય - વિવેકથી ઉપજેલો જ્ઞાનમય ભાવ તો કર્મ કરણનું - કર્મ કરવાનું ઔત્સુક્ય - ઉત્સુકપણું – ઉત્કંઠિતપણું જ્યાં નથી એવા આત્માને “સ્વભાવથી જ' - સ્વ ભાવથી જ - પોતાના આત્મભાવથી જ સ્થાપે છે. કોની જેમ ? તો કે - લોહચુંબક વિવેકજ જેમ લોહ સૂચિને, લોહ ચુંબકના વિવેક જન્ય - વિવેકથી - પૃથફ કરણથી - અલગપણાથી - પૃથગુપણાથી ઉપજેલો ભાવ જેમ લોહસચિને - લોઢાની સોયને લોહચુંબક પ્રતિ આકર્ષાવા રૂપ કર્મ કરણનું - કર્મ કરવાનું ઔત્સુક્ય - ઉત્સુકપણું જ્યાં નથી એવા “સ્વભાવથી જ' - સ્વ ભાવથી જ - સોયના પોતાના સ્વ સ્થાને સ્થિતિ રૂપ આત્મભાવથી જ સ્થાપે છે તેમ.
અર્થાતું લોહચુંબકનો લોહસૂચિને સંપર્ક ન થાય એમ જે લોહસૂચિને લોહચુંબકનો વિવેક - પૃથગુ ભાવ - અલગ ભાવ (Interception) કર્યો હોય, તો લોઢાની સોય લોહચુંબક પ્રત્યે આકર્ષાતી નથી - ખેંચાતી નથી, પણ લોહચુંબક ભણી આકર્ષાવા રૂપ કર્મ કરવાના ઉત્સુકપણાથી રહિત એવા આત્માના - પોતાના સ્વ સ્થાને સ્થિતિ રૂપ સ્વભાવમાં જ સ્થપાય છે, તેમ રાગાદિ ભાવનો આત્માને સંપર્ક ન થાય એમ જે આત્માનો રાગાદિ ભાવથી પૃથક કરણરૂપ વિવેક - પૃથગુ ભાવ - અલગ ભાવ (Interception, Detachment) કર્યો હોય, તો આત્મા તે રાગાદિ પ્રત્યે આકર્ષાતો નથી - ખેંચાતો નથી, પણ રાગાદિ ભણી આકર્ષાવા રૂપ કર્મ કરવાના ઉત્સુકપણાથી રહિત એવા આત્માના - પોતાના સ્વભાવમાં જ સ્થપાય છે, તેથી કરીને - “રારિ સંછીડજ્ઞાનમ:' - રાગાદિથી સંકીર્ણ (સંમિશ્ર) એવો અજ્ઞાનમય જ ભાવ કર્તૃત્વમાં પ્રેરકપણાને લીધે બંધક છે, “ર્રત્યે પ્રેરજા વંધ: I’ રાગાદિથી “સંકીર્ણ - સંમિશ્ર - સંયુક્ત - સાંકડો - સંકોચાયેલો - કુંઠિત થયેલો એવો જે અજ્ઞાનમય ભાવ છે, તે જ આત્માને કર્મ કરવાને પ્રેરતો - ધકેલતો (Inspiring, propelling) હોઈ, કર્તાપણા પરત્વે પ્રેરકપણાને લીધે બંધક છે, બંધ કરનાર છે. પણ એથી ઉલટું, “તરસંડી તુ . તેનાથી - રાગાદિથી અસંકીર્ણ (અસંમિશ્ર) તો સ્વભાવના ઉદુભાસકપણાને લીધે કેવલ શાયક જ છે, નહિ કે જરા પણ બંધક - મોટુભત્વતિ દેવનું જ્ઞાહિ વ ન મનાવ વંધ: |’ તે રાગાદિથી “અસંકીર્ણ - અસંમિશ્ર - અસંયુક્ત - સાંકડો - સંકોચાયેલો નહિ એવો - અકંઠિત ભાવ તો “સ્વભાવના' - સ્વ ભાવના - આત્મભાવના ઉદ્દભાસકપણાને લીધે - અત્યંત પ્રકાશકપણાને લીધે “કેવલ' - માત્ર “જ્ઞાયક’ - જણનાર જ છે. જરા પણ - લેશ પણ બંધક - બંધ કરનાર નથી જ.
૧૦૮