________________
સમયસાર : આત્મખ્યાતિ
નીચેની ગાથાઓના ભાવને સૂચવતો ઉત્થાનિકા સમયસાર કળશ (૭) કહે છે - ''
अनुष्टुप् रागद्वेषविमोहानां, ज्ञानिनो यदसंभवः । तत एव न बंधोस्य, ते हि बंधस्य कारणं ॥११९॥ અસંભવત્વ જ્ઞાનીને, રાગ-દ્વેષ-વિમોહનું; તેથી જ બંધ ના એને, તે જ કારણ બંધનું. ૧૧૯
અમૃત પદ-૧૧૯
“ધાર તરવારની સોહલી' એ રાગ રાગ-દ્વેષ-મોહનો, નો'ય સંભવ કદી, જ્ઞાનીને એમ છે જ્ઞાની વાચો, રાગ કદી ના કરે, દ્વેષ કદી ના ધરે, મોહ કદી ના જ તે જ્ઞાની સાચો... રાગ-દ્વેષ-મોહનો. ૧ તેહ કારણ થકી, બંધ ન એને નકી, તે જ રાગાદિ છે બંધહેતુ, અમૃત અનુભવરસે, જ્ઞાની ભગવાન લસે, ભવજલે અનુભવામૃત જ સેતુ... રાગ-દ્વેષ-મોહનો. ૨
અર્થ - રાગ-દ્વેષ-વિમોહનો કારણકે જ્ઞાનીને અસંભવ છે, તેથી જ એને બંધ નથી, તેઓ જ બંધનું કારણ છે.
અમૃત જ્યોતિ' મહાભાષ્ય જ્ઞાની મોહને પેસવા દેતા નથી. તેઓનો જાગૃત ઉપયોગ હોય છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૪૩, ઉપદેશ છાયા હવે પછીની ગાથાઓના ભાવનું સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ છે - રાષિવિનોહાનાં જ્ઞાનની યસંભવ: - રાગ-દ્વેષ-મોહનો કારણકે જ્ઞાનીને “અસંભવ” - સંભવ અભાવ છે, સંભવ જ નથી, તેથી જ એને – જ્ઞાનીને બંધ નથી, કારણકે નિશ્ચય કરીને તેઓ જે - તે રાગાદિ જ બંધનું કારણ છે - તત एव न बंधोस्य ते हि बन्धस्य कारणं ।
૧૩૪