________________
સમયસાર : આત્મખ્યાતિ અશક્ત જઘન્ય ભાવથી જ જ્ઞાનને દેખે છે, જાણે છે, અનુચરે છે, ત્યાં લગી તેને પણ જઘન્યભાવની અન્યથા અનુપપત્તિથી અનુમાનાઈ રહેલા અબુદ્ધિપૂર્વક કલંક વિપાકના સદ્ભાવને લીધે પુગેલ કર્મબંધ હોય. એથી કરીને ત્યાં લગી જ્ઞાન દ્રષ્ટવ્ય, જ્ઞાતવ્ય અને અનુચરિતવ્ય છે, કે જ્યાં લગી જ્ઞાનનો જેટલો પૂર્ણ ભાવ તેટલો દ્રષ્ટ જ્ઞાન અને સમ્યફ અનુચરિત હોય, પછી સાક્ષાત્ જ્ઞાનીભૂત (જ્ઞાની થઈ ગયેલો) તે સર્વથા નિરાગ્નવ જ હોય. ૧૭૨
અમૃત જ્યોતિ મહાભાષ્ય આત્માને ક્યારેય પણ વિકાર ન ઉપજે તથા રાગદ્વેષ પરિણામ ન થાય ત્યારે જ કેવલ જ્ઞાન કહેવાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૯૫૭) ઉપદેશ છાયા જો એમ જ્ઞાન ગુણપરિણામ બંધહેતુ હોય છે તો પછી શાની નિરાસ્રવ હોય એ પૂર્વોક્ત વિધાનને
* વિરોધ આવે છે, અર્થાત જ્ઞાની નિરાગ્નવ કેમ હોય ? એવો સહજ પ્રશ્ન જઘન્ય ભાવથી દર્શનાદિ જિજ્ઞાસુ શિષ્યને ઉદ્ભવે છે. તેનું અત્ર યુક્તિયુક્ત સમાધાન ભગવાન પરિણામ, તેથી જ બંધ કંદકુંદાચાર્યજીએ પ્રકાશ્ય છે - “જ્ઞાની દર્શન - જ્ઞાન ચારિત્રને “જઘન્ય
ભાવથી' - લયોપશમજન્ય મંદતમ - મંદતર - મંદ ભાવથી પરિણમે છે, તેથી જ તો તે વિવિધ - નાના પ્રકારના કર્મથી બંધાય છે'; અને આ વસ્તુનો અભુત અલૌકિક અનુપમ પરમાર્થ ભગવતી આત્મખ્યાતિ પ્રણેતા ભગવાન અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ આત્મભાવમય પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક રાગાદિનો સ્પષ્ટ ભેદ દર્શાવી નિખુષપણે સમજાવ્યો છે. તેનો ભાવાર્થ આ પ્રકારે -
જે નિશ્ચય કરીને કથન માત્ર નહિ પણ ખરેખરો “જ્ઞાની છે, સ્વ - પર વસ્તુનો યથાવત ભેદ જાણી જેણે સમ્યફ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એવો જે આત્મજ્ઞાની છે, તે “બુદ્ધિપૂર્વક રાગ-દ્વેષ-મોહ રૂપ
આસ્રવ ભાવના અભાવને લીધે નિસ્રરાવ જ છે' - વૃદ્ધિ બુદ્ધિપૂર્વક રાગાદિ પૂર્વ કેપમોહરૂપીવમાવામાવત્ નિરવ ઇવ અર્થાત્ તેને “બુદ્ધિપૂર્વક - ભાવ-અભાવને લીધે અભિપ્રાય પૂર્વક - ઈરાદા પૂર્વક (Intertional, conscious) રાગ-દ્વેષ-મોહ નિરાસવ
રૂપ આસ્રવ ભાવનો તો અભાવ જ હોય છે, હું રાગ-દ્વેષ-મોહ ભાવ કરું
એમ જાણીબૂઝીને જાણતાં (Knowingly, consciously) રાગ-દ્વેષ-મોહ ભાવ કરતો જ નથી, તેથી તે નિરાગ્નવ જ - આસવ રહિત જ છે. પરંતુ તે પણ જ્યાં સુધી જ્ઞાનને ‘સર્વોત્કૃષ્ટ ભાવથી' - સર્વોત્કૃષ્ટમાવેન - સર્વથી ઉત્કૃષ્ટ - ઉંચામાં ઉંચા ભાવથી દેખવાને જાણવાને અને અનુચરવાને “અશક્ત' - અસમર્થ સંતો, નામાવેગૈવ - “જઘન્ય ભાવથી જ' - કનિષ્ઠ નીચામાં નીચા ભાવથી જ અર્થાત્ ક્ષયોપશમજન્ય મંદતમ - મંદતર – મંદ ભાવથી જ જ્ઞાનને દેખે છે, જાણે છે અને અનુચરે છે, ત્યાં સુધી તેને પણ નથચમાવાચથાનુપજ્યાનુનીયમાન - “જઘન્ય ભાવની અન્યથા અનુપપત્તિથી અનુમાનાઈ રહેલા અબુદ્ધિ પૂર્વક કલંક વિપાકના સદ્ભાવને લીધે - વુદ્ધિપૂર્વ વનંછવિપારસભાવાત્ - પુદ્ગલ કર્મબંધ હોય, અબુદ્ધિ પૂર્વક - અનભિપ્રાય પૂર્વક - ઈરાદા વિના (unintentionally) અજાણપણે (unknowingly, unconsciously) કમ કલેક વિપાકના’ - કમ કલંકના ફલ ઉદય રૂ૫ રાગાદિના સદૂભાવને લીધે - હોવાપણાને લીધે પુદ્ગલ કર્મબંધ હોય. અર્થાત હમણાં જે તેના પોતાના હાથની વાત નથી એવા પૂર્વે અજ્ઞાનથી બાંધેલા કર્મકલંકના ફલદાન સમર્થ ઉદયના હોવાપણાને લીધે, તેને જાણી બૂઝીને નહિ - પણ અજાણતાં (unknowingly, unconsciously, unintentionally) અબુદ્ધિપૂર્વક – અનભિપ્રાય પૂર્વક – વિના ઈરાદે કર્મોદયજન્ય યત કિંચિત્ રાગાદિ ભાવનું હોવાપણું હોય છે, તેને લીધે તેને પુદ્ગલ કર્મબંધ હોય અને તે અબુદ્ધિપૂર્વક કર્મકલંકનો વિપાક તે “જઘન્ય ભાવની અન્યથા અનુપપત્તિથી” અનુમાની શકાય છે, એટલે કે જો તેવા તેવા પ્રકારનો અબુદ્ધિપૂર્વક (unconsciously) એવો કર્મ વિપાકનો ઉદય ન હોય તો અન્ય
૧૨૪