________________
સમયસાર : આત્મખ્યાતિ
એકાંત કર્મ નય - જ્ઞાનનય અવલંબનારા મગ્ન, વિશ્વ ઉપર તરતા તો સતત જ્ઞાનભવનવંત જ, એમ વીરગર્જના કરતો સમયસાર કળશ (૧૨) સંગીત કરે છે
शार्दूलविक्रीडित
मग्नाः कर्मनयावलम्बनपरा ज्ञानं न जानंति ये, मग्ना ज्ञाननयैषिणोऽपि यदति स्वच्छंदमंदोद्यमाः । विश्वस्योपरि ते तरंति सततं ज्ञानं भवंतः स्वयं, ये कुर्वति न कर्म जातु न वशं यांति प्रमादस्य च ॥१११॥ મગ્ના કર્મનયાવલંબનપરા જે જ્ઞાન ના જાણતા,
મન્ના જ્ઞાનનયેચ્છકો જ અતિ જે સ્વચ્છંદ મંદોદ્યમો,
તેઓ વિશ્વ પરે તરે નિત ખરે ! જ્ઞાન સ્વયં જે થતા,
ના કર્મો કરતા પ્રમાદ વશમાં જે ના કદાપિ જતા. ૧૧૧
અમૃત પદ-૧૧૧
‘ધાર તરવારની’ - એ રાગ
જ્ઞાની હંસ તે તરે, વિશ્વ સર ઉપરે, જ્ઞાન સંતત સ્વયં તે ભવંતા,
કર્મ કદી ના કરે, વશ પ્રમાદને ખરે ! જે કદી થાય ના સત્ય સંતા... જ્ઞાની હંસ. ૧ મગ્ન કર્મ પૈક એ, અજ્ઞ જન ટૂંક તે, જાય ભવજલ જાય ડૂબી આ અપારા,
કર્મ નયના જ અવલંબને તત્પરા, શાન જાણે ન જેઓ બિચારા... જ્ઞાની હંસ. ૨
મગ્ન તે પણ વળી ડૂબે ભવજલ પડી, જ્ઞાનનય ઈચ્છતા વચન અંગે,
જ્ઞાન વાર્તા કરા મંદ ઉદ્યમ ધરા, જે જનો વર્તતા અતિ સ્વચ્છંદે.. જ્ઞાની હંસ. ૩ વિશ્વસ૨ ઉપરે જ્ઞાની હંસ તે તરે, જ્ઞાન સંતત સ્વયં જે ભવંતા,
કર્મ કદી ના કરે, વશ પ્રમાદને ખરે ! જે કદી થાય ના સત્ય સંતા... જ્ઞાની હંસ. ૪
તરતાં એમ આવડે, તેહ ભવજલ તરે, તે ઉદાસીન રહી મોજ માણે,
તરતાં નહીં આવડે, તેહ ભવજલ બૂડે, કર્મ પંકમગ્ન તે, દુઃખ ખાણે... જ્ઞાની હંસ. ૫ વિશ્વ માનસ સરે, મુનિ ઉદાસીન ખરે ! પરમ તે હંસ, આનંદ માણે,
ભગવાન અમૃત તણી વાણી અમૃત તણો, જાણતો હોય તે મર્મ જાણે... જ્ઞાની હંસ. ૬
અર્થ - કર્મ નયના અવલંબન ૫૨ એવા જેઓ જ્ઞાનને નથી જાણતા, તેઓ મગ્ન (ડૂબેલા) જ્ઞાનનય ઈચ્છનારાઓ પણ જેઓ અતિ સ્વચ્છંદથી મંદ અધમો છે, તેઓ પણ મગ્ન છે વિશ્વની ઉપર તેઓ તરે છે, જેઓ સતત સ્વયં જ્ઞાન હોતા કદી પણ કર્મ કરતા નથી ને કદી પણ પ્રમાદને વશ જતા નથી.
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ;
માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ.'' - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રી આત્મસિદ્ધિ ‘‘જેણે પ્રમાદનો જય કર્યો તેણે પરમ પદનો જય કર્યો.'' " શ્રીદ્ રાજચંદ્ર, અં. ૮૫૨
૯૨