________________
સમયસાર : આત્મખ્યાતિ
દર્શન, ‘તેઓનો - તે જીવાદિનો “અધિગમ' - જાણપણા રૂપ બોધ તે જ્ઞાન અને રાગાદિનું
પરિહરણ - પરિત્યજન - સર્વથા પરિત્યાગ તે “ચારણ” - ચારિત્ર - આ જ નિશ્ચય કરીને “મોક્ષપથ' - મોક્ષમાર્ગ છે. આ ગાથાના ભાવનું તલસ્પર્શી વિશદીકરણ કરતાં “આત્મખ્યાતિ' સૂત્રકર્તાએ અપૂર્વ તત્ત્વ સર્વસ્વ સમર્પક અલૌકિક વ્યાખ્યાન કર્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - મહેતુ: વિજા - નિશ્ચય કરીને પરમાર્થથી - તત્ત્વથી “મોક્ષહેતુ’ - મોક્ષનું અવિસંવાદી એક જ
એકીભાવભૂત એવું કારણ સમ્યગદર્શન – જ્ઞાન -- ચારિત્ર છે - સચદ્ર્શનસમગુ દર્શન - ઘન - ચારિત્ર જ્ઞાનવારિત્ર, અર્થાત્ સમ્યગુદર્શન - શાન – ચારિત્ર એ ત્રણે વિભિન્ન નહિ પણ સ્વભાવે શાનનું ભવનઃ કેવલ અત્ર ખાસ વિશિષ્ટ એકવચન પ્રયોગથી સૂચિત એવું સ્વભાવભૂત એવું સમ્યગુ શાન જ પરમાર્થ મોહેતુ દર્શન - જ્ઞાન - ચારિત્ર છે. પણ તેનો પરમાર્થ સમજવો જોઈએ અને
અમૃતચંદ્રજીએ સમાવેલો તે અપૂર્વ પરમાર્થ આ છે - તેમાં - (૧) સભ્ય - સમ્યગુદર્શન તે જીવાદિ શ્રદ્ધાન સ્વભાવે “જ્ઞાનનું ભવન’ છે, “નીવાશ્રિદ્ધાનસ્વમાન. જ્ઞાની ભવનં’ - આ જીવ ને આ અજીવ એમ ભેદજ્ઞાનના આત્મનિશ્ચયરૂપ શ્રદ્ધાન સ્વભાવે “જ્ઞાનનું ભવન” - હોવું - હોવાપણું - પરિણમન - પરિણમવાપણું તે સમ્યગદર્શન છે. (૨) નીવવિજ્ઞાનસ્વમવેર - જીવાદિના જ્ઞાન સ્વભાવે “જ્ઞાનનું ભવન’ તે જ્ઞાન છે - “જ્ઞાનસ્ય ભવનું જ્ઞાન - આ જીવ - આ અજીવ ઈ. ના જાણપણા રૂપ જ્ઞાન સ્વભાવે “જ્ઞાનનું ભવન” - હોવાપણું - પરિણમન - પરિણમવાપણું તે જ્ઞાન છે અને (૩) રા.વિપરિહર સ્વમાન - રાગાદિના પરિહરણ સ્વભાવે “જ્ઞાનનું ભવન” તે ચારિત્ર છે, “જ્ઞાનસ્થ ભવનું વારિત્ર', આત્માથી – જ્ઞાનથી અતિરિક્ત – જ્ઞાન સિવાયના રાગ-દ્વેષ-મોહાદિ સર્વ વિભાવના અને પુદગલાદિ રૂપ સર્વ પરભાવના પરિહરવા રૂપ - સર્વથા ત્યજવા રૂપ સ્વભાવે “જ્ઞાનનું ભવન’ - હોવાપણું - પરિણમન - પરિણમવાપણું તે ચારિત્ર છે. તેથી એમ - ઉક્ત પ્રકારથી ભેદવિવક્ષાથી જુદા જુદા વિવક્ષિત કરેલા સમ્યગુ દર્શન - જ્ઞાન - ચારિત્ર એ ત્રણે એક જ એવું “જ્ઞાનનું ભવન” આવ્યું. તેવું સ ર્જન જ્ઞાનવારિત્રા પેમેવ જ્ઞાનામવનમાયાતમ્ | અર્થાત્ આમ જીવાદિ શ્રદ્ધાન સ્વભાવે, જીવાદિ જ્ઞાનસ્વભાવે, પરભાવ પરિહરણ રૂપ ચરણ સ્વભાવે જ્ઞાનનું ભવન એ જ પરમાર્થથી - નિશ્ચયથી એકીભાવ ભૂત
એકરૂપ” એવું એકત્વ નિશ્ચયગત સમ્યગુ દર્શન - જ્ઞાન - ચારિત્ર છે, એટલે એક જ્ઞાનભવન માત્ર સ્વભાવમાં સમ્યગ દર્શન - જ્ઞાન - ચારિત્ર એ ત્રિમૂર્તિની સમાધિ થાય છે - એ ત્રિપુટી સમાય છે, એટલે સ્વયં સિદ્ધ થાય છે કે જ્ઞાન જ પરમાર્થ મોહેતુ છે - “જ્ઞાનમેવ પરમાર્થમોક્ષદેતુ', કેવલ જ્ઞાન જ પરમાર્થ મોક્ષકારણ છે, રૂતિ થતું, કારણકે “કેવલ' જ્ઞાન સિવાય બીજો કોઈ પણ ભાવ જ્યાં રહ્યો નથી એવા કેવલ જ્ઞાન થકી જ કેવલ જ્ઞાન” થાય છે, એ સુપ્રસિદ્ધ વસ્તુ છે.
આકૃતિ મોક્ષમાર્ગ
સમ્યક્ત જ્ઞાન ચારિત્ર
‘જ્ઞાન જ પરમાર્થ-મોક્ષત
જ્ઞાન ભવન
આમ ‘સચવર્ગનજ્ઞાનવરિત્ર - સભ્ય દર્શન - જ્ઞાન - ચારિત્ર તે મોક્ષમાર્ગ એ સુપ્રસિદ્ધ સૂત્રની અભિનવીકરણથી (Reorientation) એક જ્ઞાનભવન માત્રમાં એકીકરણ રૂપ પરમ અપૂર્વ પરમાર્થઘટના પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અત્ર પ્રકાશી છે. જીવાજીવાદિ વ્યાવહારિક નવ તત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યગુ દર્શન, આચારાદિ આગમજ્ઞાન તે જ્ઞાન, વ્રત-તપશ્ચરણ તે ચારિત્ર, એમ વ્યવહાર રત્નત્રયીરૂપ તે
૬૬