________________
સમયસાર : આત્મખ્યાતિ
આમ “શ્રામય” જેનું અપાર નામ છે એવો એકાગ્ર લક્ષણ મોક્ષમાર્ગ છે અને સમ્યગુદર્શન - જ્ઞાન
- ચારિત્ર એ મોક્ષમાર્ગ છે તેનો પરમાર્થ પણ એ જ છે. કારણકે - (૧) એકાગ્ય લક્ષણ સમ્યગુદર્શન - જ્ઞાન - ચારિત્ર એ “સ્વભાવ' છે (આત્માનો સ્વ ભાવ) છે. શ્રામય = શાનભવનમાત્ર = (૨) આ સ્વભાવનો પરમાર્થભૂત “શાનભવન માત્ર' છે - કેવલ શાનભવન સમયસાર = સામાયિક જ છે, (૩) આ “જ્ઞાનભવન માત્ર’ એ જ ઐકાગ્ય લક્ષણ સમયસાર ભૂત મોક્ષમાર્ગ
સામાયિક' છે, (૪) આ સામાયિક પ્રતિજ્ઞા અંગીકાર કરી જે યથાવતું
પ્રતિજ્ઞા પ્રમાણે નિર્વહે છે, તે જ શુદ્ધોપયોગ દશાસંપન્ન સમભાવભાવી શ્રમણ' છે, (૫) અને આ શ્રમણનું જે “શ્રામસ્ય’ - ખરેખરૂં શ્રમણપણું તે જ ઐકાગ્ય લક્ષ “મોક્ષમાર્ગ છે. એમ આ સર્વ નિરવદ્ય છે. આમ –
મોક્ષમાર્ગ = સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર = સ્વભાવ (આત્મભાવ) પરમાર્થભૂત શાનભવન માત્ર = ઐકાગ્ય લક્ષણ સમયસાર = સામાયિક = શ્રામસ્ય = ઐકાગ્ય લક્ષણ મોક્ષમાર્ગ પરમાર્થભૂત જ્ઞાન અનુભવન માત્ર = સામાયિક = આત્મસ્વભાવ. હવે શ્રમણ્યરૂપ “સામાયિક'ની મોટી પ્રતિજ્ઞા તો લીએ છે (ઝિંતે સમગં), પણ કર્મચક્રના
ચકરડામાંથી બહાર નીકળવાને અસમર્થ હોઈ તથારૂપ પરમાર્થભૂત જ્ઞાન સામાયિક’ મહાપ્રતિજ્ઞાનું અનુભવન માત્ર સામાયિક રૂપ આત્મસ્વભાવ લાભ પામતા નથી. અર્થાત અનિર્વહણ બંધહેતુ શુભને તેઓ પ્રતિજ્ઞા તો “મોટી છે, પણ તે નિર્વહી શકવાને અશક્ત હોઈ પણ મોક્ષ હેતુ માની બેસવું! “ખોટી' કરે છે. “નામ મોટું અને દર્શન ખોટું થઈ પડે છે.’ હશે ! એમની
અશક્તિને લીધે – આત્મનિર્બળતાને લીધે એમ બનતું હશે, એટલે એ વાત જવા દઈએ ! પણ એટલેથી જ વાત અટકતી નથી. તેઓ સામાયિક - પ્રતિજ્ઞા કરી સ્થૂલતમ સંક્લેશ પરિણામરૂપ અશુભ કર્મથી નિવર્તી સ્થૂલતમ વિશુદ્ધ પરિણામ રૂપ શુભ કર્મમાં પ્રવર્તે છે, એટલે અશુભ કર્માનુભવ “ગુરુ” - ભારી છે ને શુભ કર્માનુભવ ‘લઘુ' - હળવો છે એમ માની બેસવા માત્રથી તેઓનું ચિત્ત સંતુષ્ટ થઈ જાય છે, એટલે પછી સ્કૂલ લક્ષ્મતાથી તેઓ સકલ કર્મકાંડને ઉભૂલતા નથી - જડ મૂળથી ઉખેડી નાંખતા નથી, પણ માત્ર અશુભ કર્મથી નિવર્ના શુભ કર્મમાં જ ઈતિ કર્તવ્યતા માની અહોનિશ તેમાં જ રચ્યા પચ્યા રહે છે ! ત્યાં જ “અહી દ્વારકા' કરી બેસી જાય છે ! એટલું જ નહિ પણ સ્વયં અજ્ઞાનને લીધે તેઓ અશુભ કર્મને જ કેવલ બંધહેતુ માની બેસી, વ્રત-તપાદિ શુભ કર્મ જે પ્રગટ બંધહેતુ છે તેને પણ અજાણતાં મોહેતુ માની લ્ય છે આમ શુદ્ધ આત્મસ્વભાવરૂપ - સામાયિકમય શુદ્ધોપયોગરૂપ સાચો મોક્ષમાર્ગ પામવાની તેઓની અશક્તિ છે અને શુભભાવરૂપ - શુભોપયોગરૂપ ખોટા મોક્ષમાર્ગનો તે દુરાગ્રહ કરે છે. એટલે તેનો મોક્ષ ક્યાંથી થાય ? હા, હ સ્વભાવ પામવાની અમારી અશક્તિ છે - આત્મ નિર્બળતા છે, અમે હાલ તત્કાળ આ શુભ કર્મમાંથી છૂટી શકતા નથી, આ બંધહેતુ શુભને પણ છેવટે છોચે જ છૂટકો છે અને મોક્ષહેતુ શુદ્ધ થકી જ મોક્ષ છે એવો લક્ષ્ય તેઓએ રાખ્યો હોત વા રાખે તો તે શુદ્ધોપયોગની ગવેષણા કરતાં અનુક્રમે કોઈ કાળે તેઓનો મોક્ષ થવાનો સંભવ બની આવે. પણ આ તો મૂળ માન્યતા યે ખોટી ને પ્રવૃત્તિ યે ખોટી
સાથે ખોટી ને આચરણા યે ખોટી ! કારણકે અનંત કાળ સુધી અનંત શુભ કાર્ય કરે તોયે મોક્ષ ન થાય, પણ સ્વલ્પ કાળમાં “એક શુદ્ધ થકી જ મોક્ષ થાય. આ અનંતા જ્ઞાનીઓએ “સંમત કરેલો અખંડ નિશ્ચય સિદ્ધાંત છે. અર્થાત કેવલ જ્ઞાનભવનમય શુદ્ધોપયોગ જ વાસ્તવિક (ભૂતાથી હોય તો તે કેવલ બ્રાંતિ જ છે, કારણકે શુભોપયોગ વાસ્તવિક (ભૂતાર્થ) મોક્ષમાર્ગ નથી, પણ ઉપચરિત (અભૂતાર્થ) વા વ્યવહાર મોક્ષમાર્ગ છે અને તે ઉપચાર પણ તે વ્યવહાર મોક્ષમાર્ગ રૂપ નિમિત્ત કારણના અવલંબને જો શુદ્ધોપયોગરૂપ નિશ્ચય મોક્ષમાર્ગે ચઢવાનું કાર્ય બને તો જ બને છે - શુભોપયોગથી
-
૬૨