________________
સમયસાર : આત્મખ્યાતિ તેમજ યોગ્યતા પ્રાપ્ત કરવા માટે પણ ઉપકારી છે, એટલું જ નહિ પણ તે આત્માને શુદ્ધોપયોગમાં સ્થિર રહેવા માટે પણ સહાયકારી છે. આ અંગે “પંચાસ્તિકાય ગા. ૧૪૪ની ટીકામાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સ્પષ્ટ પ્રકાર્યું છે કે - “શુભાશુભ પરિણામ નિરોધ તે સંવર અને શુદ્ધોપયોગ - તે બન્નેથી યુક્ત એવો જે અનશન - અવમૌદર્ય - વૃત્તિ પરિસંખ્યાન - રસ પરિત્યાગ - વિવિક્ત શય્યાસન - કાયક્લેશ આદિ ભેદથી બહિરલ અને પ્રાયશ્ચિત્ત - વિનય - વૈયાવૃત્ય - સ્વાધ્યાય - વ્યુત્સર્ગ - ધ્યાન ભેદથી અંતર એવા બહુવિધ તપોથી ચેષ્ટ છે, તે ખરેખર ! નિશ્ચય કરીને બહુ કર્મોનું નિર્જરણ કરે છે. તેથી અત્રે કર્મવીર્યના શાસનમાં (ખેરવી નાંખવામાં) સમર્થ બહિરંગ - અંતરંગ (પોથી ઍહિત (સંવર્તિત) એવો શુદ્ધોપયોગ તે ભાવ નિર્જર, તેના અનુભાવથી નીરસીભૂત (નીરસ થઈ ગયેલ) એવા સમુપાત્ત કર્મપુદ્ગલોનો એક દેશ સંક્ષય તે દ્રવ્ય નિર્જર.” અત્રે શુદ્ધોપયોગ બહિરંગ - અંતરંગ તપોથી ઍહિત' - સંવર્તિત થાય છે એમ સ્પષ્ટ કહ્યું છે, એટલે બાહ્યાભ્યતર તપનું શુદ્ધોપયોગ ઉપકારીપણું સ્વયં સિદ્ધ થાય છે. તેમજ - બૃહત્ સ્વયંભૂ સ્તોત્રમાં* (શ્રેયાંસ જિન સ્તોત્ર શ્લો. ૫૯) સ્વામી સમતભદ્રાચાર્યજીએ પણ સ્પષ્ટ પ્રકાડ્યું છે કે - “જે બાહ્ય વસ્તુ અત્યંતર મૂલહેતુની ગુણદોષ સૂતિનું (જન્મનું) નિમિત્ત હોય છે, તે હે ભગવનું ! હારા મતે અધ્યાત્મવૃત્તના અંગભૂત એવું કેવલ અત્યંતર જ છે.' ઈત્યાદિ પ્રકારે જ્ઞાની પુરુષોનું સ્પષ્ટ વિધાન છે. - “મનોભાંતિ ટાળી મનોનિગ્રહ અને ઈદ્રિય વિજય કરવા માટે મુખ્ય ઉપાય ઈચ્છા નિરોધ રૂપ તપ છે. કર્મની નિર્જરાર્થે જે તપવામાં આવે તે તપ : અથવા જેના વડે કરીને આત્મા સ્વરૂપમાં પ્રતાપે, નિજ સ્વરૂપ તેજ ઝળહળે તે તપ. એ તપનો મુખ્ય ઉદ્દેશ નિરંતર લક્ષમાં રાખી મુમુક્ષુએ આત્માર્થે જ યથાશક્તિ તપ તપવા યોગ્ય છે. કારણકે તપ એ જીવને કર્મ મુક્ત કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે, તપ એ કર્મ ઈન્ધનને ભસ્મ કરનારો પ્રચંડ અગ્નિ છે. આગ્ર આદિ ફળ જેમ તાપથી જલદી પાકે છે, તેમ કર્મ પણ તપ અગ્નિના તાપથી શીઘ પાકીને નિર છે. અગ્નિતાપથી સુવર્ણની જેમ, જ્ઞાનપૂર્વક તપથી આત્માનો અંદરનો મેલ ગળાતો જઈ આત્મા શુદ્ધ બને છે. દેવેન્દ્રોથી વંદિત એવા શ્રી તીર્થંકર ભગવાન કે જે ચાર જ્ઞાનના સ્વામી હતા અને અવશ્ય સિદ્ધિ પામવાના હતા, તે પણ બલ-વીર્ય ગોપવ્યા વિના તપને વિષે ઉદ્યમવંત હતા. તો પછી અન્ય મુમુક્ષુઓએ તો તપમાં વિશેષે કરીને ઉદ્યમ કરવા યોગ્ય હોય એમાં પૂછવું જ શું ? આ તપના મુખ્ય બાર ભેદ છે - અનશનાદિ છ બાહ્ય અને પ્રાયશ્ચિત્તાદિ છ આત્યંતર. ** બાહ્ય તપ આ આત્યંતર તપને ઉપકારી - સહાયકારી થાય છે એટલે તે પણ યથાશક્તિ અવશ્ય કર્તવ્ય છે જ, પણ તન-મન-વચનની સ્કૂર્તિ સર્વથા હણાઈ જાય એમ ગજા ઉપરવટ થઈને કે ક્રિયાજડપણે તો નહિ જ. આ ઉપવાસ વગેરેમાં પણ જેમ બને તેમ વિષય કષાયનો ત્યાગ કરી, સ્વાધ્યાયાદિ આવ્યંતર તપની વૃદ્ધિ ભણી નિરંતર લક્ષ રાખવો જોઈએ, ને જેમ બને તેમ આત્માની ઉપ” - પાસે “વાસ” કરવાનો પ્રયાસ કરવો જોઈએ, તો જ તે તે ખરેખરો “ઉપવાસ' કહી શકાય, નહિ તો લાંઘણ જ છે ! કારણકે આત્મસ્વરૂપના લક્ષ વિનાનું કેવલ કાયક્લેશરૂપ તપ તે બાલતા અથવા અજ્ઞાન તપ છે. માટે તપ જ્ઞાનપૂર્વક હોય તો જ વાસ્તવિક કલ્યાણ છે. એટલે જ શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે – દેહથી ભિન્ન એવા આત્મસ્વરૂપને નથી જાણતો એવો અજ્ઞાની ક્રોડો વર્ષ તપ કરતાં પણ જે કર્મ ક્ષીણ કરી શકતો નથી, તે જ્ઞાની એક શ્વાસોચ્છવાસ માત્રમાં ક્ષીણ કરે છે.” - પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પાઠ-૨૬ (સ્વરચિત).
"शुभाशुभपरिणामनिरोधः संवरः, शुद्धोपयोगः, ताभ्यां युक्तस्तपोभिरनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्याग विविक्तशय्यासनकायक्लेशादि-भेदावहिरङ्गैः प्रायश्चित्तविनयवैयावृत्त्यस्वाध्यायव्युत्सर्गध्यानभेदादन्तरङ्गैश्च बहुविधैर्यश्चेष्टते स खलु बहूनां कर्मणां निर्जरणं करोति । तदत्र कर्मवीर्य्यशातनसमर्थो बहिरङ्गान्तरङ्गतपोभिबृंहितः शुद्धोप्रयोगो भावनिर्जरा । तदनुभावनीरसीभूतानामेक देशसंक्षयः समुपात्तकर्मपुद्गलानां द्रव्यनिर्जरति ।।" - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પંચાસ્તિકાય’ ટીકા, ગા. ૧૫૫ "यबस्तु बाह्य गुणदोषसूते निमित्तमभ्यन्तरमूलहेतोः । અધ્યાત્મવૃત્તી તરજપૂતાનાં વત્તમત્ત તે !- શ્રી સમંતભદ્રાચાર્યજી કૃત બૃહત્ સ્વયંભૂ સ્તોત્ર', પા.
૪