________________
૪૧
વસ્તુઓ પ્લેટોનાં તની ભાગીદાર બને છે. પરંતુ બીજી દષ્ટિએ તો ક્ષણભંગુર વસ્તુઓ કરતાં અત્યંત ભિન્ન છે અને વસ્તુઓ માત્ર એનું અનુકરણ કરે છે એમ પ્લેટ કઈક વાર કહે છે. ૩૩
(* ૧૧)
તો અને તત્ત્વોની પાર આપણે ઉપર કહ્યું તેમ સમાન જાતિની વસ્તુઓમાં સમાન તત્ત્વ રહેલું હોવું જોઈએ એ વિશે બે મત હોઈ શકે નહિ, જે કે વ્યક્તિ અને એની જાતિના સમાન તત્ત્વ વચ્ચે કઈ જાતને સંબંધ હોઈ શકે તેનું નિરૂપણ કરવું બહુ મુશ્કેલ છે. પિતાના ગુરુ સેક્રેટિસને અનુસરીને, વિચારની ભૂમિકા પરના ખયાલની મદદ વડે જ જ્ઞાન મળી શકે એમ પ્લેટોએ જોયું, અને આવા ખયાલ (mental concepts) અપરિણામી હોય છે, જ્યારે વસ્તુ પિતે બદલાયા કરે છે; તેથી ખરું જ્ઞાન તે વિચારની ભૂમિકા પરના ખયાલેનું જ હોઈ શકે એમ તેને લાગ્યું. માત્ર ઇન્દ્રિયાનુભવ દ્વારા આવા ખયાલ મળતા નથી, માટે શુદ્ધ બુદ્ધિનું એ ક્ષેત્ર છે, અને તેથી તેનું ભિન્ન અસ્તિત્વ સ્વીકારવું જોઈએ. આટલે આવ્યા પછી પ્લેટ એક પગલું આગળ ભરે છે; જે વ્યક્તિને આપણને માત્ર ઈન્દ્રિયાનુભવ જ શકય છે એટલે કે જે એનું ખરું જ્ઞાન શકય નથી, તે જેનું ખરું જ્ઞાન શક્ય છે તેવા ખયાલનું જ શુદ્ધ અસ્તિત્વ આપણે સ્વીકારવું જોઈએ. ગ્રીક ફિલસૂફીમાં એકત્વ-બહુવ; પરિવર્તન–એકવ; સગુણ-દુર્ગણ; ધર્મ–અધર્મ વગેરે અનેક કંદો અમુક વિચારસરણીને લીધે અસ્તિત્વમાં આવ્યાં હતાં. ભિન્ન ભિન્ન સદ્ગણમાં કયું વિશિષ્ટ તત્વ રહેલું છે એ પ્રશ્નથી તે શરૂઆત કરે છે, અને દરેક જાતની જે અનેક વસ્તુઓ અસ્તિત્વમાં હેય છે, તે પ્રત્યેકનું તત્વ ઈશ્વરે પેદા કર્યું એમ એ કહે છે. (પરિ.
33. The “Para deigma"-view Vide Euthypbro -6-–D. E. જુઓ “રિપબ્લિક” ૫૯૯-૫૯૭.