Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ મહત્યાગાષ્ટક પાંચ પ્રકારના કર્મના ઉદય અને ક્ષયોપશમાદિ ભાવને પામી સ્વભાવથી અવિચલિતપણે રાગદ્વેષ કરતો નથી, તે જેમ આકાશ કાદવથી લેપાતું નથી તેમ પાપથી લપાતો નથી. કામલેગાદિન નિમિત્ત માત્રથી કર્મબન્ધ થતો નથી, પણ તેમાં મોહ આવે છે તેથી કર્મબન્ધ થાય છે. કહ્યું છે કેण कामभोगा समयं उविति, गया वि भोगा विगई उविति। जो तप्पओसी अ परिग्गही असो तेसु मोहा विगई उवेइ] // समो अ जो तेसु स वीयरागो॥ ઉત્તર૦ મ. 22 . 202 કામ સમભાવને પ્રાપ્ત થતા નથી, તેમ ભેગો વિકારને પ્રાપ્ત થતા નથી, એટલે કામ સમભાવ અને વિકારનું કારણ નથી. પરંતુ જે તેને દ્વેષ કરે છે અને તેમાં પરિગ્રહ-મૂછ કરે છે તે તેમાં મેહ–રાગ દ્વેષ કરવાથી વિકાર પામે છે. જે સમપરિણામવાળે છે તે વીતરાગ છે. જે તત્ત્વવિલાસી જીવ પિતાને વિશે લાગેલા ઔદયિક ભાવ-શુભાશુભ કર્મના ઉદયરૂપ વિપાકમાં, આદિ શબ્દથી પરભાવને અભિમુખ પ્રવૃત્તિ કરતા ક્ષાપશમિક ભાવમાં અને તેથી અશુદ્ધ થએલા પરિણામિક ભાવમાં મુંઝાતું નથી, તન્મયતા અનુભવતા નથી, પરંતુ ભેદજ્ઞાનરૂપ વિવેકથી પરવસ્તુના સંગને ત્યાગ કરી અવશ્ય ઉદયમાં આવેલા કર્મફળમાં નિર્લેપ રહે છે, ઉદાસીનભાવે રહે છે, જેમ આકાશ કાદવથી લેપાતું નથી, તેમ તે કર્મથી લેપાતું નથી. આકાશમાં રહેલ કાદવ આકાશને લેપ કરનાર થતું નથી, કારણ કે તે કાદવરૂપે પરિણમતું નથી, તેમ શમ, સંવેગ અને