Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 58 મોહત્યાગાષ્ટક ngoan, nnnnnnnnn * “અશુદ્ધ નયની દષ્ટિથી માણાસ્થાનક અને ગુણસ્થાનકની અપેક્ષાએ ચૌદ પ્રકારના સંસારી જ છે અને શુદ્ધનયની અપેક્ષાથી બધા જીવો શુદ્ધ છે.” શુદ્ધ જ્ઞાનકેવળજ્ઞાન જ મારે ગુણ છે. તેથી હું બીજે નથી, તેમ બીજા ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્ય મારા નથી. એ ધ્યાવું તે મેહને હણવાનું આકરું શસ્ત્ર છે. શુદ્ધ-નિર્મલ-સર્વ પુદ્ગલના સંબન્યરહિત, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અવ્યાબાધ સુખ, અમૂતત્વ વગેરે અનન્તગુણ પર્યાયરૂપ, નિત્ય અનિત્યાદિ અનન્તધર્મમય, અસંખ્યપ્રદેશી, સ્વભાવથી પરિણામી, સ્વરૂપનું કર્તાપણું અને ભક્તાપણું વગેરે ધર્મ સહિત શુદ્ધ આત્મદ્રવ્યરૂપ હું છું. વળી અનન્ત સ્યાદ્વાદરૂપ સ્વસત્તાને પ્રગટ કરવામાં રસિક, નિરન્તર આનન્દ વડે પરિપૂર્ણ, પરમાત્મા અને પરમ જ્યોતિરૂપ છું. તથા શુદ્ધ, આવરણરહિત સૂર્યચન્દ્રાદિની સહાય વિના પ્રકાશક, એક સમયે ત્રણ કાળના ત્રણ લોકમાં રહેલા સર્વ દ્રવ્ય અને પર્યાયના ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણને જાણનાર કેવલજ્ઞાન એ મારે ગુણ છે. હું જ્ઞાનને કર્તા છું, મારું કાર્ય જ્ઞાન છે. જ્ઞાનરૂપ કરણ વડે યુક્ત, જ્ઞાન દાનનું પાત્ર, જ્ઞાનથી જાણતું અને જ્ઞાનને આધાર છું. જ્ઞાન જ મારું સ્વરૂપ છે એમ જાણત, બીજા ધમસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશ અને પુદ્ગલે મારા પિતાનાથી ભિન્ન છે. બીજા જીવ પણ જુદા છે, જીવ અને પુદ્ગલના સંગથી જે અન્ય વિભાવ પરિણામ છે તે સર્વે અન્ય છે, તે હું નથી. આ બધા પૂર્વોક્ત પદાર્થો મારાથી જુદા છે. કારણ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી મારૂં ભિન્ન