________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) પ્રસિદ્ધ છે. નેમિચંદ્રસૂરિએ તિલકસુંદરી, રત્નડકથા, દાનકુલક, શીલકુલક, તપકુલ, ઉપદેશકુલ, પંચસંગ્રહ, અને ભાવનાકુલક વગેરે ગ્રન્થો રચ્યા છે.
વડગચ્છના મુનિચંદ્રસૂરિએ આવશ્યકસપ્તતિ ગ્રન્થ રચ્યો છે. તેમના શિષ્ય દેવસૂરિ થયા અને દેવસરિના શિષ્ય મહેવરાચાર્યે આવશ્યકસપ્તતિપર ટીકા રચી છે.
શ્રીદેવસૂરિના શિષ્ય ભવરસુરિ થયા. ભવરરિના શિષ્ય રત્નપ્રભસૂરિ થયા તે સં. ૧૨૩૮ માં હયાત હતા. ધર્મદાસની ઉપદેશમાલાપર તેમણે ટીકા રચી છે. તેમજ દેવસૂરિના સ્યાદ્વાદરત્નાકરપર રત્નાકરાવતારિકા ટીકા રચી છે. વિ. સં. ૧૨૨૬ માં વિમલચંદ્રસૂરિહયાત હતા, તેમણે પ્રનત્તર રત્નમાળા રચી.
કેરેટ ગચ્છ–કેરેટ નામના નગરપરથી કેરંટ ગચ્છની પ્રસિદ્ધિ થઈ હોય એમ જણાય છે. કછુલીરાસમાં કછૂકી (ગ૭)ના આચાર્યોને ઈતિહાસ છે. આ રાસ કેરિંટાવડમાં સં. ૧૩૬૩માં રચાય છે.
For Private and Personal Use Only