________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫) સં. ૧૩૪૭ માં થઈ હતી, ત્યારબાદ સં. ૧૩૭૭ ના જેઠ વદિ એકાદશીને દિવસે શ્રી રાજેન્દ્રાચાર્ય સૂરિમંત્ર દીધે. તે વખતે પાટણના રહેવાસી શાહ તેજપાળે નંદમહોત્સવ કર્યો અને ૨૪૦૦ વીશ સાધુ સાધવી તથા ૭૦૦ સાતસો વેષધારી જેન પંડિતાદિકને વસ્ત્રાદિક દીધાં, તથા તે પ્રસંગે દિલ્લી નગરના રહેવાસી મહતયાણ-શેત્રીય વિજયસિંહ શ્રાવકે ત્યાં જઈને ઘારું દ્રવ્ય ખચીને નંદીમહાત્સવ કર્યો, તથા સં. ૧૩૮૦ શાહ તેજપાળે સંઘ કાઢો તેની સાથે શત્રુંજય તીર્થની જાત્રા કરી, તે ઠેકાણે ગુરૂમહારાજે માનતુંગ નામે ખરતરવસીના મંદીરમાં ૨૭ સત્તાવીશ આંગલ પ્રમાણુ શ્રી આદિનાથના બિં. બની પ્રતિષ્ઠા કરી, તથા ભીમપલ્ડિ નગરમાં ભુવનપાલે બનાવેલા (૭૨) બહોતેર જિનાલય મંડિત શ્રીવીરપ્રભુના દેરાસરની પ્રતિષ્ઠા કરી, તથા આગરા નગરમાં રહેવાવાલા શ્રીસંઘના આગ્રહથી શ્રીશવું. જયની જાત્રા કરીને અષાઢ વદિ ૭ સપ્તમીને દિવસ
For Private and Personal Use Only