________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) હતે, સં. ૧૩૮૯ જેઠ શુદિ છઠને દિવસે શ્રીરાહેર નગરમાં શાહ હરપાલે નંદી મહોત્સવ કર્યો તે વખતે આઠમે વર્ષે તરૂણપ્રભાચાયે સૂરિમંત્ર દીધે, એક વખત શ્રીજિનપદ્યસૂરિ બાહડમેરનગરમાં શ્રીમહાવીરસ્વામીના દેરાસરમાં દેવવંદન કરવા ગયા, ત્યાં દેવમંદિરને દરવાજે નાને અને પ્રતિમા મેટી દેખીને (પંજાબ દેશના રહેવાવાલા હતા તેથી) પંજાબી ભાષામાં કહ્યું
બ્હાનંઢા” એટલે દરવાજે નાને છે, “વસહી બી” એટલે પ્રતિમાજી મોટા છે. તે પ્રતિમાજી અંદર કેવી રીતે સમાયાં. એવી રીતે પ્રગટે બાલભાવવાળું વચન સાંભળી વિવેકસમુદ્ર ઉપાધ્યાયે કહ્યું, કે મન કરે, ત્યારબાદ શ્રીજિનપદ્યસૂરિ ત્રણ ઉપાધ્યાયની સાથે ગુજરાત દેશમાં પધાર્યા. ત્યાં પાટણની પાસે સરસ્વતી નદીના તટ ઉપર શત્રિવાસ રહ્યા, પરંતુ તે વખતે ગુરૂમહારાજને એવા પ્રકારની ચિન્તા ઉત્પન્ન થઈ કે સવારે શ્રીસંધની આગળ આવી ભાષાથી કેવી રીતે વ્યાખ્યાન કરી શકું? એવા પ્રકારની ચિન્તા
For Private and Personal Use Only