________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) મંઓવર ગામમાં દીક્ષા થઈ અને ઉદયસારનામ રાખ્યું, સં. ૧૮૩૪ આસો વદિ ૧૩ તેરસને દિવસ શુભ લગ્નમાં ગુઢાનગરમાં કૂકડ ચોપડા ત્રીય દેસી લખાશાહે મહાત્સવ કર્યો અને આચાર્યપદમાં સ્થાપન થયા, ત્યારબાદ, અધ્યા, ચંપાપુરી, પાટલીપુર, ચંદ્રાવતી, મુર્શિદાબાદ, સમેતશિખર, આદિતીર્થોની યાત્રા કરીને લખનઉ નગરમાં આવ્યા અને ત્યાં પ્રતિમાઉત્થાપક મત વધી જવાથી રાજા વચ્છરાજે આગ્રહ સાથે મારું રાખ્યા અને ત્યાં પ્રતિમા ઉત્થાપક મતનું સારી રીતે ખંડન કર્યું. તથા તે નગરના ઉદ્યાનમાં રાજા વછરાજને પ્રતિબાધીને શ્રીજિનકુશલસૂરિજી મહારાજને શુભ કરાવ્યું, ત્યાંથી વિહાર કરીને સર્વ તીર્થની યાત્રા કરતા સૂરત બંદર પધાર્યા અને તેજ શહેરમાં સં. ૧૫૬ જેઠ શુદિ ૩ ત્રીજને દિવસ સ્વર્ગે ગયા.
૭૦ તેમની પાટે શ્રીજિનહર્ષસૂરિ થયા, તેમના પિતા વાલેવા ગામવાસી મીઠડિયા વહોરા શેત્રીય શાહ તિલોકનદ નામે હતા, તથા માતા તારાદેવી
For Private and Personal Use Only