________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ લઈ શકાય તેમ નથી. એ ગુણવિના તુચ્છ મનને મનુષ્ય મહાસંઘરૂપ સમષ્ટિમાં કઈ વખત મહત્પાત પ્રકટાવે છે. ગંભીરતા એ મનુષ્યને ઉચ્ચ ગુણ છે. એ ગુણમાં જેમ વિશેષ સ્થિરતા થાય તેમ સ્વપજતિ કરવામાં મનુષ્ય વિશેષતઃ શક્તિમાન થાય છે. ગંભીર મનુષ્ય સાગરની ઉપમાને ધારણ કરવા શક્તિમાન થાય છે. મહાસંઘની પ્રત્યેક વ્યક્તિમાં ગંભીરતા આવે છે ત્યારે તે પ્રગતિમાં ભાગ લેવા સમર્થ બને છે અને તેવી વ્યક્તિ સર્વ મહાસંઘની સાથે હળીમળી રહેવા સમર્થ બને છે. ગંભીર મનુષ્ય પિતાના ઉચ્ચ ચારિત્ર્યની પ્રસિદ્ધિ કરે છે અને તે અનેક મનુષ્યને વિશ્વાસપાત્ર થાય છે. જેને મહાસંઘના અંગભૂત સાધુવર્ગ, સાધ્વીવર્ગ, શ્રાવકવર્ગ અને શ્રાવિકા વર્ગમાં ગંભીરતા ગુણ ખીલી નીકળે તે તેથી પરસ્પર એકબીજાના દેને કથી શકતાં નથી; એટલું જ નહિ પરંતુ તે દેને આચ્છાદીને પ્રત્યેક અંગની સેવામાં ગંભીરતાથી પ્રવૃત્તિ કરે છે. નિંદા,
For Private and Personal Use Only