________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૦) કાર ન કર જોઈએ. કોઈ પણ આચાર્ય, કોઈ પણ ઉપાધ્યાય, કોઈ પણ પ્રવર્તક, પંન્યાસ, સાધુ, સાથ્વી, શ્રાવક અને શ્રાવિકા ઉપર્યુક્ત મહામહનીય પાપપ્રવૃત્તિથી મહાસંઘ વિભેદકના નાશક ગચ્છ લેશાદિ ચર્ચામાં ભાગ લે છે તે જૈન શાસનને નાશ કરવા માટે પોતાના હાથે જૈન શાસનપર કુહાડો મારે છે એમ અવધવું જોઈએ. મહાસંઘરૂપ જૈન ધર્મ સામ્રાજ્યને કોઈ પણ પ્રવૃત્તિએ કંઇ પણ વિઘાત થાય એવી પ્રવૃત્તિ વા એવા વિચારને સ્વપ્નમાં પણ આવવા ન દેવો જોઈએ. મહાસંઘના સુવ્યવસ્થિત બંધારણેને આચારમાં મૂકવા પ્રત્યેક જૈને
સ્વ ફરજને અપ્રમત્તપણે અનુસરવી જોઈએ, એજ તેનો જૈન મહાસંઘની પ્રગતિ પ્રતિ આવશ્યક ધર્મ છે. અને એ આવશ્યક ધર્મને બજાવવાથી તીર્થકર નામકર્મ બાંધી શકાય છે, એમ પ્રત્યેક જેને અવબેધવું જોઈએ. હાલનાં રાજ્યસત્તાક અને પ્રજાસત્તાક રા પ્રત્યેક મનુષ્ય વ્યક્તિ સ્વસમાજેન્નતિ અર્થે
For Private and Personal Use Only