________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧) ક્ષણમાત્ર પશુ પ્રમાદ ન કરવો જોઈએ. “સર્વ જન કોમના શ્રેયમાં સ્વકીય શ્રેય છે. એવું ક્ષણે ક્ષણે સમરણ કરીને સંઘાતિનાં કાર્યો કરવામાં આત્મભાગ પૂર્વક અપ્રમત્ત બનવું જોઈએ. જે મનુષ્ય સંઘરૂપ પચીસમા તીર્થકરની વિનય અને બહુમાનથી સેવા કરે છે તે તીર્થકર નામકર્મને બાંધે છે અને તે પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. અતએવ ચતુર્વિધ સંઘની ઉન્નતિ માટે આચાર્યાદિનાં બંધારણે સુધારવાં જોઈએ.
પ્રતિવર્ષે જેનામમાં દેવભકિતનિમિતે ખર્ચા તા, સિદ્ધાચલાદિ તીર્થોના સંઘ કાઢવા નિમિત્તે ખર્ચાતા, ગુરૂભતિ નિમિત્તે ખર્ચાતા, જ્ઞાનદ્રવ્ય નિમિત્તે ખર્ચાતા, કેળવણી નિમિત્તે-વરઘોડા અને ઉઝમણનિમિત્ત ખર્ચાતા, સાધારણ દ્રવ્યનિમિત્તે ખર્ચાતા પુસ્તકો લખાવવા તથા છપાવવા નિમિત્તે ખર્ચાતા, જીવદયા-પાંજરાપોળ-લગ્ન-નાત--માસીઆ નવકારશી અને અન્યવેરા નિમિત્તે ખર્ચાતા સર્વ પ્રકારના ખર્ચના રૂપૈયાને સરવાળે કરવામાં આવે તે એક
For Private and Personal Use Only