________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૩) ગચ્છના સાધુઓ અને સાધ્વીઓની શ્રાવકેપરની સત્તાને નાશ થાય છે અને તેઓ ભિક્ષા માગી ખાનાર બાવાઓના જેવી દશાને પ્રાપ્ત કરે છે. આવી પ્રવૃત્તિ વર્તમાનમાં પ્રાય: ઘણું દેખવામાં આવે છે. તેઓ સરાગસંયમી હોવા છતાં અને પંચમ આરામાં હેવા છતાં ચોથા આરાના જેવી વીતરાગદશાને ડાળ કરીને જ્યાં ત્યાં પરસ્પર ગચ્છ-સંઘાડાનાં ક્ષેત્રેપર, અને શ્રાવકેપર પડાપડી કરી પિતાનું જમાવવા અને અન્યનું નિષ્કાસન કરવા જતાં બગલાભક્તની દશાકરે છે તે સદા ટકી શકતી નથી અને પરસ્પર સાધુએની પ્રાય: આંતરિક અવ્યવસ્થિત આવી સ્થિતિ બનવાથી “દુઃખે માથું અને કૂટે હૈયું' એવી બાહ્યમાં પ્રવૃત્તિ આદરીને વીતરાગદશા જણાવવા જાય છે, પરંતુ તે સિદ્ધ થતી નથી અને સરાગદશાના સંયમ, પાળવાની ગ૭–સંઘાડા–ક્ષેત્રની સુવ્યવસ્થાથી ભ્રષ્ટ થઈ સંઘપરની સ્વસાધુસત્તાને ઉછેદ કરે છે. હજામ અને ભંગીઆએની કોન્ફરન્સમાં એકએકના ઉપર
For Private and Personal Use Only