________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૭) રીને આચાર્યશ્રીને બોલાવ્યા, અને બાદશાહે મેકલેલા ઘોડા, હાથી, પાલખી, વાજીંત્ર, ચામરાદિ આડંબર સહિત શ્રીસ પ્રવેશ મહત્સવ કર્યો, અને તે નગરમાં સંઘે ગુરૂભક્તિ સંઘભત્યાદિકમાં બે લાખ રૂપિયા ખર્ચ કર્યો, પછી કઈ ચુગલખેરે ચાડી ખાવાથી બાદશાહે ફરીવાર આચાર્ય મહારાજને બોલાવ્યા અને ધવલપુરમાં રાખ્યા. ત્યારબાદ દેવ સહાયથી સૂરિજી મહારાજે બાદશાહના ચિત્તને પ્રસન્ન કર્યું અને પાંચશે કેદીને છેડાવીને અમારિપડ વગડાવીને ઉપાશ્રયમાં પધાર્યા, તેથી સમસ્ત સંઘ ઘણે હર્ષિત થયેલ. ત્યારબાદ શ્રીસૂરિજીએ ત્રણ નગરમાં ત્રણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો અને પાટણ નગરમાં ત્રણ દિવસનું અણસણ કરીને સં. ૧૫૯૨ માં સ્વર્ગમાં ગયા. તેમના વખતમાં સં. ૧૫૬૪ માં મારવાડ દેશમાં આચાર્ય શાન્તિસાગરથી, આચાર્ય ખરતર શાખા નીકળી, તથા સં. ૧૫૬૨ માં કહુઆમત ઉત્પન્ન થયે, તથા સં. ૧૫૭૦ માં લંકામતમાંથી નીકળીને વીજા નામનાં વે
For Private and Personal Use Only