________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૯)
તેમના ગપનનિવાસી શાહ લેચા હરાત્રીય શાહ. રૂપસી નામે પિતા હતા તથા સુરૂપા માતા હતાં, સં. ૧૭૩ માગસર શુદિ ૧૫ પૂર્ણિમાને દિવસ જન્મ થયે હતે, તથા સં. ૧૭૫૧ માઘ શુદિ પ, પાંચમને દિવસે પુણ્યપાલસર ગામમાં દીક્ષા થઈ હતી, તેમનું સુખકીર્તિ દીક્ષાનું નામ રાખવામાં આવ્યું હતુ. સં. ૧૭૫૬ અષાઢ શુદિ ૧૧ એકાદશીને દિવસ સૂરત બંદરના રહેવાસી ચોપડાત્રીય પારેખ દામોદરદાસે ઈચ્ચાર હજાર રૂપિયા ખરચ કરીને પદમહત્સવ ર્યો. એક વખત શ્રીસૂરિજી મહારાજ ઘોઘા બંદરમાં નવખંડા પાર્શ્વનાથની યાત્રા કરીને શ્રીસંઘની સાથે શ્રીસ્તંભન. તીર્થ જાવાને વાતે વહાણ ઉપર બેઠા. તે વખતે માર્ગમાં સમુદ્રની મધ્યમાં વહાણનું નીચેનું પાટીયું ટુટવાથી વહાણ પાણીથી ભરાઈ ગયું તે વખતે સૂરિજીએ ઈષ્ટદેવતાનું આરાધન કર્યું ત્યારે દાદાજી શ્રીનિકુશલ સૂરિજી મહારાજની સહાયતાથી અકસ્માત્ નવીન વહાણ પ્રગટ થયું તેથી તે દ્વારા સમુદ્ર પાર ઉતરી ગયા
For Private and Personal Use Only