________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) સ્થાપિત કર્યા.
અનેક વાદી જીતવાથી વાદી એવું બિરૂદ મળ્યું, તેથી વાદિદેવસૂરિ કહેવાયું. વિક્રમ સંવત્ ૧૧૮૧માં અણહિલપુર પત્તનમાં સિદ્ધરાજ જયસિંહની સભામાં અનેક વિદ્યાએ કરીને સહિત દિગંબર કુમુદચંદ્રને જીત્યા અને અણહિલપુર પાટણે દિગંબરને પ્રવેશ બંધ કરાવ્યું. વિક્રમ સંવત્ ૧૨૦૪ માં ફલધિ ગામમાં શ્રી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી અને આરાસણમાં શ્રીનેમિનાથની પ્રતિષ્ઠા કરી, તેમજ ચોરાસી હજાર (૮૪૦૦૦) લોક પ્રમાણુ સ્યાદવાદરત્નાકર અને પ્રમાણનયતત્ત્વાકાલંકાર આ બે મહાન ગ્રંથ ન્યાયના બનાવ્યા. એ આચાર્ય પદ્મપ્રભસૂરિ, રત્નપ્રભસૂરિ, માણિજ્યચંદ્રસૂરિ, ભદ્રેશ્વરસૂરિ, શાલિભદ્રસૂરિ વગેરે ૨૪ (ચોવીસ) શિષ્યોને ૧૧૯ માં આચાર્યપદ આપ્યું, તેમજ નાગપુરના રાજા અલ્હાદનને પ્રતિબળે, જેથી કરીને એ આચાર્ય ઉપર પૂર્ણ શ્રદ્ધા થઈ હતી. એ આચાર્યો અનેક વંશના
For Private and Personal Use Only