________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૬) ત્યારે ગુરૂએ કહયું કે મારે એવા પ્રકારે કર્મોદય છે, ત્યારે શ્રીજિનવલુભસૂરિ ગુરૂને પુછીને શ્રીઅભયદેવસૂરિજીના શિષ્ય થયા. શુદ્ધ ચારિત્રનું પાલન કરતા છતા સકલ શાસ્ત્રના અભ્યાસ કરીને ગીતાર્થ થયા, તેઓશ્રીએ ચિત્તોડનગરની ચંડિકાદેવીને પ્રતિબોધીને જીવહિંસા છોડાવી, અને ચંબિકાદેવી પણ તેમના પ્રતિ ભક્તિવાળી બની. તેઓએ તેજ નગરમાં બહેતર (૭૨) જીનાલય મંડિત શ્રીમહાવીરસ્વામીના દેરાસરની પ્રતિષ્ઠા કરી, તેમને પિંડવિશુદ્ધિ પ્રકરણ, ષશીતિ પ્રકરણ, સંઘપટ્ટ આદિ અનેક ગ્રન્થ રચ્યા, તથા દશ હાર વાગડી લોકોને પ્રતિબોધ આપીને શ્રાવક બનાવ્યા, તેમ ચિત્રકૂટ નગરમાં વિ. સં. ૧૧૬૭ માં શ્રીઅભયદેવસૂરિજીની આજ્ઞાથી શ્રીદેવભદ્રાચાર્ય આચાર્યપદ આપ્યું, અને તેઓ છ માસ સુધી આચાર્ય પદ ભોગવીને અંતમાં અણુસણ કરીને દેવકમાં ગયા. તે વખતે મધુકરા ખરતર શાખા નીકળી.
૪૪ માં શ્રીજીનવઠ્ઠભસૂરિની પાટ ઉપર શ્રીજી
For Private and Personal Use Only