________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૯) તેમાંથી જેણે છોકરાને ડંક દીધા હતા તેને રાપ, બીજા સર્વને શીખ દીધી. પછી તે જ ક ઉપર તે સર્પને વળગાડીને છોકરાનું વિષ ઉતાર્યું, તેથી તે જીવતે થયે, આળસ મરડીને બેઠે. તે જોઈ સનાગરેએ ગુરૂને પગે લાગીને ગળામાં પહેરેલી કંઠી તેડી, સર્વ જૈનધર્મ અંગીકાર કરી શ્રાવક થયા, અને મહટે મહોત્સવે કરી વાજતે ગાજતે ગુરૂને ગામમાં તેડી આવ્યા. તિહાં દેરાસર કરાવ્યું, ઉપાસરે કરાવ્યો છે, અને ત્યાં યતિને રાખ્યા છે. તે આજ પર્યત વડનગરમાં નાગરવાણીયાના ઘર શ્રાવકનાં છે. જે સ્થાનકે છોકરાનું વિષ વમન કરાવ્યું તે સ્થાનકે અદ્યાપિ સુધી તૃણુ પણ ઉગતા નથી, એક સમય વ્યાખ્યાન વાંચતા ગુરૂ એચીંતી મુહપત્તિ કાઢીને ચાળી. તેવા વ્યાખ્યાન સાંભળનારા સંઘે પૂછ્યું. મહારાજ એ તમેં શું કર્યું? તેને ગુરૂ કહ્યું, શ્રીસિદ્ધાચલને વિષે શ્રીજીષભદેવના પ્રાસાદે ચંદ્ર બલતે હતું, તે ઉલવી નાખ્યો. તે સાંભળી શ્રાવકે એ કાગલ લખી
For Private and Personal Use Only