________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૩) વાળી, એક શેર સાકર તથા એક રૂપકની લાણી કરી. છે મેડા કરી બાવન ગામ મહાજન જમા, તથા શ્રીસિદ્ધાચલજીની ઉપર દેરાસર કરાવ્યા, ધર્મશાળા કરાવી. તથા શ્રીનલીયાને દેરાસરે રૂપાનાં કમાડ ચડાવ્યા. ગામશ્રી સુથરીમાં શ્રી ધૃતકલેલ પાશ્વનાથજીના દેરાસરે રૂપાનાં કમાડ ચડાવ્યાં. નલીયા મધ્યે દાનશાલા કરી, હવે આચાર્ય તિહાંથી વિહાર કરતા શ્રીભુજપરે આવ્યા. તિહાં ૧૮૯૭ ના ફાલ્ગન શુદિ ૩ ના દિવસે, શા. ચાપસી ભીમશી વિમાએશિવાલે ઘણું ધન ખરચીને ભરાવેલા ચિંતામણીજી પાર્શ્વનાથના બિંબની પ્રતિષ્ઠા કીધી. તિહાંથી વિહાર કરતા શ્રીરાજનગરે આવ્યા. તિહાંથી અંબાયતની પાસે વટાદરા ગામે આવ્યા. તિહાં ગેડીજીની પ્રતિષ્ઠા કરી. તિહાંથી કષ્ટદેશે જબંદરે આવ્યા. સંવત્ ૧૯૦૫ ના મહાશુદિ પંચમીના દિવસે શા. જીવરાજ રતનસિંહે કરાવેલા શ્રી મહાવીર સ્વામીના ચેત્યની પ્રતિષ્ઠા કરી. શેઠે ત્રણ લાખ કારી ખરચી
For Private and Personal Use Only