________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૩) એવામાં ચકેશ્વરી દેવી અને પદ્માવતી દેવીયે મહાવિદેહમાં શ્રી સીમંધરસ્વામી પાસેથી વખાણ સાંભળી રહ્યા પછી પૂછયું કે, હેસ્વામિન! આજના સમયમાં ભરતક્ષેત્રને વિષે શુદ્ધ ક્રિયાધારી કેઈ સાધુ હશે? તે વારે ભગવાને કહ્યું જે વિજયચંદ્ર ઉપાધ્યાય શુદ્ધાચારના પાળનારા હાલમાં પાવાગઢ ઉપર છે. એવું પ્રભુના મુખેથી સાંભળી તત્કાળ ચકેશ્વરી દેવી પાવાગઢ આવી. તે સમયમાં ભરતક્ષેત્રને વિષે પાછલી બે પ્રહર રાત્રી રહી છે, તે વખતે ચકેશ્વરીદેવીયે આવીને વિજયચંદ્ર ઉપાધ્યાયને વાંધા. નમસ્કાર કરી જ્ઞાનપ્રચું જોયું અને હર્ષિત મને કરી ઉપાધ્યાયના મુખ આગળ ઉભી રહી. તેમની શુદ્ધ ક્રિયા દેખીને એવી રીતે કહેવા લાગી કે, જેવા સીમંધરસ્વામી તમને ક્રિયાધારી કહા તેવાજ મેં તેમને દીઠા, માટે હે
સ્વામિન્ !તમે વિધિપક્ષગચ્છ એવું નામ સ્થાપીને સર્વ લકને ધર્મને માર્ગ વિધિસહિત પ્રગટ કરી આપ, અને ઉસૂત્રની પ્રરૂપણા જે ચાલે છે, તેને મૂળથી
For Private and Personal Use Only