________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૮) રિના ગુરૂ શ્રીસેમપ્રભાચાર્ય થયા. તેમનો જન્મ વિ. ૧૩૧૦ માં, ૧૩૨૧ માં દીક્ષા, ૧૩રર માં સૂરિપદ તથા ૧૩૩૭ માં તેમનું સ્વર્ગગમન થયું. તેમણે અનેક ચિત્રબંધ સ્તવને રચ્યાં છે.
સેમપ્રભસૂરિના શિષ્ય સંમતિલકસૂરિ થયા. તેમને જન્મ વિ. સં. ૧૩૫લ્માં, ૧૩૬૯માં દીક્ષા, ૧૩૭૩ માં સૂરિપદ તથા ૧૪૨૪માં સ્વર્ગગમન થયું. તેમણે ધર્મઘોષસૂરિજીકૃત યમકસ્તુતિ પર ટીકા રચી છે. તેમણે શીલતરંગિણી, નવ્યક્ષેત્રસમાસસૂત્ર, તથા જિનકલ્પવૃતિ આદિ અનેક ગ્રન્થો રચ્યા છે.
શ્રીવિજયસિંહસૂરિના શિષ્ય સોમપ્રભ નામના આચાર્ય થયા છે, તેમણે હેમકુમારચરિત્ર સં.સૂક્તિ મુક્તાવલિ, શૃંગારરાગ્યતરંગિણું વગેરે અનેક ગ્રન્થ રચેલા છે.
શ્રીતપાગચ્છમાં થએલ દેવસુંદરસૂરિના પાંચ શિષ્યોમાંના એક હતા. તેમનો જન્મ વિ.સં.૧૪૩૦ માં થયે હતે. તથા સ્વર્ગગમન સં. ૧૪માં થયું હતું.
For Private and Personal Use Only