________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
કરતાં હાલ તપાગચ્છના સાધુએ ઘણા છે તેમજ તિયામાં પણ તપાગચ્છના યતિયા ઘણા છે. શ્રીવીરપ્રભુની પટ્ટધુરા પરસ્થિત તપાગચ્છના સાધુએથી હિન્દુસ્થાનના સર્વ જૈનાને પ્રાય: ઉપદેશ મળે છે.
વિશાવલગચ્છ—વિશાવલગચ્છ ખારમા સેકામાં વિદ્યમાન હતા. વિશાવલગચ્છમાં એક ધનેશ્વરસૂરિ થયા છે. તેમણે જિનવલ્લભસૂરએ રચેલા સાધુશતકે નામના ગ્રન્થપર ટીકા રચી છે.
થારાપદ્રીયગચ્છ-થરાદમાં પ્રાચીન કાળ માં ઉત્પન્ન થએલ અને થરાદના નામથી પ્રસિદ્ધ થએલ આચાર્યથી થારાપદ્રીયગચ્છની ઉત્પત્તિ થએલી સભવે છે. થારાપદ્રગચ્છમાં વિ. સ. ૧૦૮૫ માં વાદિવેતાલ શાંતિસૂર થએલ છે, તેમણે ઉત્તરાધ્યયન સૂત્રપર વિસ્તારવાળી ટીકા રચેલી છે. થારાપટ્ટીયુગચ્છમાં શાલિભદ્રસૂરિના શિષ્ય નમિ સાધુ સં ૧૧૨૫ માં વિદ્યમાન હતા. તે સાલમાં મિસાધુએ રૂદ્રટના બનાવેલા કાવ્યાલંકાર નામના સાહિત્ય ગ્રન્થ
For Private and Personal Use Only