________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાધ્યાય, સાધુઓ અને શ્રાવકો થયા છે. તપાગચ્છમાં જૈનશાસનપ્રભાવક શ્રીહીરવિજયસૂરિ થયા. તેમણે અકબરબાદશાહને પ્રતિબંધ આપે. શ્રીધર્મસાગરજી ઉપાધ્યાય મહા વિદ્વાન થયાં, તેમણે તપાગચ્છની રક્ષા કરી. તપાગચ્છમાં શ્રીયશોવિજયજી ઉપાધ્યાય થયા, તેમણે સંસ્કૃતમાં એકસો આઠ ગ્રન્થ ઉપરાંત સંસ્કૃત ગ્રન્થા અને ગુર્જરભાષામાં ૫૦ પચચાશના આશરે ગ્રન્થોની રચના કરી છે. તપાગચ્છમાં અનેક આચાર્યોએ અનેક ગ્રન્થો રચ્યા છે, તેનું લીષ્ટ આપતાં અત્ર પાર આવી શકે તેમ નથી. વીશાળ, લઘુશાળ, દેવસૂર, અણુસૂર, સાગર, વિમલ, રત્ન,નાગરી તપાગચ્છ વગેરે અનેક શાખા પ્રશાખાઓ શ્રીતપાગચ્છમાં થઈ છે. તપાગચ્છના તેર પાટીયાં કહેવાય છે. યતિવર્ગમાં હાલ તપાગચછના પટ્ટપર મુનિચન્દ્રસૂરિ છે અને સંવેગીસાધુઓમાં વિજય, સાગર વગેરે શાખાઓમાં આચાર્યો વિદ્યમાન છે. હાલ સાધુઓમાં તપાગચ્છની સાગર, વિજય, વિમલ વગેરે શાખાઓ વિદ્યમાન છે. સર્વ
For Private and Personal Use Only