________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬) સં. ૧૨૮૫ માં મહાપ્રભાવક મહાતપસ્વી શ્રીજચંદ્રસૂરિએ જાવજીવ આંબિલ તપ આરંભે. બાર વર્ષ આંબિલ કરતા થયા ત્યારે મેવાડના રાજા (ચિતડના રાજાએ) તપ એવું બિરૂદ આપ્યું. ત્યારથી જ ગશ્ચંદ્રસૂરિથી સંવત્ ૧૨૫થી તપાગચ્છની પ્રસિદ્ધિ થઈ. ચિત્તોડના રાજાની સભામાં બત્રીશ દિગંબર આચાર્યોની સાથે વાદ કરતાં અભેદ રહ્યા. તેથી ચિતેડના રાજાએ તેમને હીરલા જગચંદ્રસૂરિ એવું બિરૂદ આપ્યું. તપાગચ્છથી જેનશાસનની ઘણી ઉન્નતિ થઈ છે. તપાગચ્છમાં અનેક શાસનપ્રભાવક મહાન આચાર્યો થયા છે.
તપાગચ્છસ્થાપક શ્રી જગચંદ્રસૂરિના શિષ્ય શ્રી દેવેન્દ્રસૂરિ થયા. તે વિ. સં. ૧૨૭૦ થી ૧૩ર૭ સુધીમાં વિદ્યમાન હતા. તેમને ગુજરાતના મંત્રી વસ્તુપાલની આગેવાની નીચે સૂરિપદ આપવામાં આવ્યું હતું. તેમણે કર્મગ્રન્થ, તેઓ પરની ટીકા. શ્રાદ્ધદિનકૃત્યસૂત્રવૃત્તિ, નવ્યકર્મગ્રન્થ, પંચાશકસૂત્રવૃત્તિ, સિદ્ધપંચાશિકાસૂત્ર
For Private and Personal Use Only