________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૦)
શિષ્ય શ્રીમુનિચંદ્રસૂરિ થયા. તેમણે ગાથાકાષ, તીમાલાસ્તવ, રત્નત્રયકુલક તથા હરિભદ્રસૂરિએ રચેલા ધર્મબિંદુ પર ટીકા રચેલી છે.
શ્રીમુનિચંદ્રસૂરિએ શ્રીનેમિચંદ્રસૂરિના પ્રવચન સારાદ્વાર પર વિષમપદ વ્યાખ્યા નામની ટીકા રચવામાં ઉદયપ્રભસૂરિને સહાય કરી હતી.
શ્રીસેામસુંદરસૂરિના પાંચ શિષ્યેામાંના એક મહા વિદ્વાન શિષ્ય શ્રીમુનિસુંદરસૂરિ થયા. શ્રીમુનિ સુદરસૂરિના જન્મ વિ. ૧૪૩૬માં, દીક્ષા ૧૪૪૩માં, વાચક૫૬ ૧૪૬૬માં, સ’. ૧૪૭૮માં સૂરિપદ તથા સ. ૧૫૦૩ માં તેમનું સ્વર્ગગમન થયું હતુ, તેમને કાલી સરસ્વતીનું બિરૂદ મળ્યું હતું. તથા મુજખાન તરફથી વાદૅિગાકુલષ ડનું મિદ મળ્યું હતુ. તેમણે ઉપદેશરત્નાકર, અધ્યાત્મક પદ્મમ, ગુર્વાવલી, શાંતિકર આદિની રચના કરી છે. તેઓ એક હજાર અવધાન કરતા હતા તેથી તે સહુસ્રાવધાની ગણાતા હતા. શ્રીમુનિસુદરસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિ થયા.
For Private and Personal Use Only