________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪) મીયકગછના આચાર્ય છીએ. સુમતિસિંહાચાર્યના કેટલાક અનુયાયીઓ કહે છે કે અમારા ગચ્છનું સાધપૂર્ણમીયક નામ હતું. સાઈપૂર્ણમયકવાળા કહે છે કે જિનમતિની ફળેથી પૂજા કરવી નહિ.
(જૈનધર્મને પ્રાચીન ઇતિહાસ ભા. ૨.) ખરતરગચ્છ–તપાગચ્છીય ધર્મસાગરજીઉપાધ્યાય લખે છે કે ખરતરગચ્છની ઉત્પત્તિ વિક્રમ સંવત ૧૨૦૪ માં શ્રીજિનદત્તસૂરિથી થએલી છે. જેને નધર્મના પ્રાચીન ઈતિહાસમાં પંડિત હીરાલાલ હંસરાજ આ પ્રમાણે શ્રીધર્મસાગરજીને તત્સંબંધી મત જણાવે છે.
શ્રીધર્મસાગરજી ઉપાધ્યાય પોતાના રચેલા ગ્રસ્થમાં જિનપતિસૂરિના શિષ્ય સુમતિગણિએ રચેલા ગણધરસાર્ધશતકબૃહદ્રવૃત્તિ નામના ગ્રન્થના બે પારિગ્રાફે ટાંકી બતાવે છે. પહેલા પારિગ્રાફમાં જિનવહૃભસૂરિને વૃત્તાંત આપે છે અને બીજા પારિગ્રાફમાં જિનદત્તસૂરિને વૃત્તાંત આપે છે. જિનવલ્લભસૂરિને
For Private and Personal Use Only