________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬) રંગામી હતા. પ્રદ્યુમ્નસૂરિએ જુદા જુદા રાશી જેના ‘પ્રન્થ રહ્યા છે એમ કહેવાય છે. તેમણે સંપાદ લક્ષ ત્રિભુવનગિરિ આદિ અનેક દેશના રાજાઓને જેન કર્યા હતા. રાજગીય સાગરચંદ્રસૂરિના શિષ્ય માણિજ્યચંદ્રસૂરિએ દિવ બંદરમાં રહી પાર્શ્વનાથ ચરિત્ર લ
ખ્યું છે. તથા કાવ્યપ્રકાશ સંકેત અને નલાયન (કુબેર પુરાણ) વગેરે ગ્રન્થો રચ્યા છે. તે વિ. ૧ર૭૬ માં વિદ્યમાન હતા.
રૂદ્રપાલીયગચ્છ–વિજયેન્દુસૂરિના શિષ્ય અને દેવભદ્રસૂરિના ગુરૂ જે અભયદેવસૂરિ થયા તે રૂદ્રપાલીયગચ્છના હતા. તે વિ.સં. ૧૨૦૪ માં હયાત હતા. પાંચમા અભયદેવસૂરિની ચોથી પેઢી પહેલાં થએલ શ્રીજિનશેખરસૂરિથી રૂદ્રપાલીયગછ પ્રવર્યો હતે. રૂદ્રપાલીયગચ્છમાં થનાર અભયદેવસૂરિ મહા વિદ્વાન હતા. તેમને કાશીના રાજા તરફથી વાદિસિંહનું બિરૂદ મળ્યું હતું. સંવત્ ૧૨૭૮ માં તેમણે જય વિજય મહાકાવ્ય પૂર્ણ કર્યું હતું. રૂદ્રપાલીયગચછમાં
For Private and Personal Use Only