________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭)
ની મૂર્તિ લાવીને પાટણમાં જિન મદ્રિર કરાવી તેમાં પ્રતિષ્ઠાવરું સ્થાપન કરી. શીલગુણુસૂરિ ચૈત્યવાસી હતા તેથી વનરાજ ચાવડાથી તે ચાવડાઓના કુલગુરૂ તરીકે ગણુાણા. વનરાજને ચાપોત્કટ એવિશેષણ આપી તે વિશેષણવડે શીલગુણસૂરિએ ચાવડાવંશની સ્થા પના કરી ત્યારથી ચૈત્યવાસી આચાય ચાવડાના કુલગુરૂ તરકે પ્રસિદ્ધ થયા. કેટલાક કહે છે કે શ્રી આરક્ષિતસૂરિ પશ્ચાત્ ચૈત્યવાસી સાધુઓની ઉત્પત્તિ થઈ છે. ગમે તેમ હોય પણ ચૈત્યવાસીની પ્રાચીનતા સિદ્ધ થાય છે. ખારસા વર્ષ સુધી ગુજરાત વગેરે દેશોમાં ચૈત્યવાસી આચાર્ચાનું મહા જોર વત્યુ હાય એમ જણાય છે. ચૈત્યવાસી આચાર્યાએ કેટલાંક સૈકાં સુધી જૈનજગતને પોતાના વશમાં કરી લીધુ હતુ. શ્રીહરિભદ્રસૂરિના સમયમાં ચૈત્યવાસીઓનુ પુશ્કેલ જોર હતું.
વિક્રમસંવત્ પાંચમા,છઠ્ઠા અને સાતમાં સૈકામાં ચૈત્યવાસીઓનુ અત્યંત પ્રખલ હતુ. ચૈત્યવાસિયા મુખ્યતાએ જૈન નિગમાને માનતા હતા. અને ગાણુતાથી આગમાને માનતા હતા. ઉપનિષદો ( નિ
For Private and Personal Use Only