________________
યુરેપનાં સંસ્મરણે દરિયે મેહમાં પડી જાય તેવું છે. એમ લાગે છે કે આ જમવાના પ્રસંગપર આગળ ઘણું જાણવા જેવી વાત લખવાનો પ્રસંગ આવશે. પરચુરણ પ્રસંગે, સ્ટીમરમાં નિત્યક્રિયા.
સવારમાં છ વાગ્યામાં કેબીનને ટુઅર્ટ તમે માગે તેટલી જલ્દી ચા લઈ આવે છે. ચા સાથે બે બીસ્કીટ અને બે કેળા હોય છે. આપણું અનુકૂળતા પ્રમાણે આપણે દિશાફરાક જઈ આવી ચા લઈ શકીએ છીએ. આ ગરમ હવામાં તે ઘણાખરા સવારમાં હોય છે.
ન્હાવાનો રિવાજ જૂદા પ્રકાર છે. એક મોટા ટબમાં પાણી ભરી રાખે છે અને બુચથી ટબ બંધ હોય છે તેમાં ન્હાવાનું હોય છે. પાણી દરીઆનું ખારું હોય છે. ત્યાર પછી ઉપર દેઢેક બાલદી જેટલું સારું મીઠું પાણી હોય છે તેનાથી શરીર સાફ કરવાનું હોય છે. શરીર બરાબર સાફ થાય તે સારું સર્વ કપડાં કાઢી ન્હાય છે.
કેબીનની બહાર નીકળવું હોય તે ઉપર ડ્રેસીંગ ગાઉન પહેરવો જોઈએ. એ વગર નીકળવું તે શિષ્ટાચારથી વિરૂદ્ધ ગણાય છે. આપણે આપણા કેબીનમાં હેઈએ અને રાત્રીનાં કપડાં પહેર્યા હોય અને કોઈ મળવા આવે તો ડ્રેસીંગ ગાઉન પહેરી લેવો જોઈએ. એ લેકે ઘણુંખરૂં પ્રથમથી સંકેત કરીને ખબર આપીને મળવા આવે છે.
સવારે ૮-૩૦ બ્રેકફાસ્ટ વખત થાય છે ત્યારે બ્યુગલ વગાડવામાં આવે છે. બ્રેકફાસ્ટ લેવા સર્વ જમવાના રૂમમાં જાય છે. સવારે પણ તેઓ ખેરાક ઠીક લે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com