________________
૧૫૦
યુરેપનાં સંસ્મરણા
ઇંગ્લાંડ
નાં અનેક સાધના ગાળ્યાં છે અને તે દરેકમાં ઓછું વધતું કળાવિધાન તા જરૂર જ હાય છે. આ ઝૂ અગિયામાં ધાળુ રીંછ Polar bear પણ જોવામાં આવ્યું. એક્વેરીયમના દરેક પાન્ડમાં જોઇએ તેટલી ગરમી કૃત્રિમ સાધનાથી રાખવામાં આવે છે તેથી માછલી મરતી નથી. આ સર્વની રક્ષા માટે મેટા ખર્ચ થાય છે, તેને માટે એક સાસાયટિ છે અને તેના મેખા તે નભાવે છે.
ઓકસફર્ડ.
તા. ૨૫-૬-૨૬ તે રાજ ઓકસફર્ડ જવાની ગાઢવણુ કરી હતી. વિધાના ધામ અને દેવી સરસ્વતીના ઉપાસકેાના આ માનીતા સ્થાનને જોવાની ધણા વખતથી ઉત્કંઠા થયા કરતી તે એક વિધાર્થી મિત્રતા પરિચય થતાં પૂણૅ થઈ. જોકે આ સમયે કાલેજો બંધ હતી છતાં અન્ય ધણું જોવાનું છે અને મુલાકાત નિષ્ફળ નહિ જાય એમ કહેવાથી ત્યાં જવા ઠરાવ્યું. પેડીંગ્ટન સ્ટેશને ગયા તા ત્યાં પ્રથમે ગ્રાસે મક્ષિકા જેવું થયું. ઓકસફર્ડની ટ્રેન સવારે ૯-૩૫ ઉપડતી હતી પણ હું જે ટ્રેનમાં બેઠો તે ૯-૧૫ ઉપડી એટલે લાગ્યું કે કાંઈ ભૂલ થઇ. અહીં ઓળખાણુ વગર પેસેંજર સાથે વાત થાય નહિ, પણ એ શિષ્ટાચારને મુશ્કેલીમાં બાજુએ મૂકી બાજુવાળાને પૂછ્યું કે આ ગાડી એકસડૅ જશે ? તેણે જવાબ આપ્યા કે આ ગાડી તે। શ્રીસ્ટલ (Bristol) ની છે પણ (Didcut) ડીડકટ સુધી રસ્તા એકજ છે. ગાડી ઉપડી ચૂકી હતી એટલે ઉતરાય એમ તે હતું જ નહિ. એટલે ધીમી ગાડીમાં આસપાસના પ્રદેશનું અવલોકન કરતાં અને વારનવાર કાંઈક વાંચતાં ડીડકટ પહેાંચ્યા. સ્ટેશને ઉતરીને
આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com