________________
૧૬ યુરેપનાં સંસ્મરણે ઈંગ્લાંડ
લંડનમાં નાના મોટા સેંકડો બગિચાઓ છે. આ બગિચાએમાંના સેંટ જેમ્સીસ પાર્ક, હાઇડ પાર્ક, રીજન્ટ પાર્ક, બેટરી પાર્ક અને વીકટેરીઆ પાર્ક ખાસ જોવા લાયક છે.
લંડન નજીક આવેલી ઈટન (Eton) અને હરે (Harrow) ની નિશાળની પણ એક વખત જરૂર મુલાકાત લેવી. એ નિશાબેની પછવાડે લબે ઇતિહાસ છે. ખાનદાન ગૃહસ્થના છોકરાઓને
ત્યાં શિક્ષણ આપવામાં આવે છે. એવી રીતે ગૃહ મધ્યમ વર્ગ કે મજૂર વર્ગથી જૂદા પડે એ ઈચ્છવા જોગ છે કે નહિ એ સવાલ બાજુ ઉપર રાખી ત્યાં કેવી રીતે શિક્ષણ અપાય છે તે જરૂર જોવા લાયક છે.
બકીંગહામ પેલેસ બહારથી જરૂર જોવા લાયક છે. વીન્ડસર કેસલ પણ એકવાર જોઈ આવો. ત્યાંથી ઈટનની કેલેજ નદીની સામી બાજુએજ આવેલ છે.
લંડનમાં ઐતિહાસિક અગત્યની ચીજો જેવાની છે તેવી જ રીતે જનસમાજનું વર્તન, વ્યવહાર પદ્ધતિ વગેરે પણ જેવાનાં છે. લંડનને પૂર્વ વિભાગ ગરીબથી વસાયેલ છે. ત્યાં એક વખત હું કુકની સહેલગાહમાં ગયો હતો. તેમાં ખાસ ગરીબ વર્ગ ત્યાં કેટલી કંગાળ દશામાં છે તે દેખાય છે. આગળ જતાં ત્યાં ટેમ્સ નદીની મોટી ટનલ આવે છે. નદીની નીચે મેટર ચાલી જાય છે. માથે પાણી અને નીચે ઊંડાઈએ મોટર જાય-એ કલ્પના પણ ભવ્ય છે.
લંડન આંખે ખુલ્લી રાખીને જોવા જેવું છે. આપણે અગ્રેજી ભાષા સમજીએ એટલે પ્રકૃતિને અભ્યાસ અને અવલોકન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com