________________
સ્વીટઝરલેન્ડ
બેલગાર્ડનું સ્ટેશન છોડયું એટલે સ્વીટઝરલાંડને રમ્ય પ્રદેશ શરૂ થશે. નાના મોટા ડુંગર, નદી, નાળાં અને કુદરતની વિવિધ રમ્યતાની એકદમ શરૂઆત થઈ ગઈ. આ પ્રદેશનું વર્ણન કરવું મુશ્કેલ છે. એકદમ લીલો પ્રદેશ અને તેમાં વચ્ચે ગાડી ચાલી જાય. બાજુમાં ધોધમાર નદી જેસથી વહ્યા કરે અને માઈલે સુધી એક બાજુ ખીણ અને બીજી બાજુ લીલે ડુંગર દેખાયાં કરે. આ નદી તે પ્રખ્યાત રેન (Rhone) નદી હતી અને તે બહુ જોસથી વહેતી હતી, કારણકે ઊંચે ગાડીમાં બેઠાં બેઠાં પણ તેનાં ફીણ દેખાતાં હતાં. એ નદી એક મોટા લેમન નામના સરોવરમાંથી નીકળે છે તે જીનેવ સુધી ચાલે છે. તેનું આગળ વર્ણન આવશે. એ નદીમાં એક જગ્યાએ બંધ બાંધી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. એ વીજળીનું સ્ટેશન પણ ચાલતી ગાડીએ જોવામાં આવ્યું.
લગભગ એક કલાક સુધી નદીને કાંઠે લીલોતરી વચ્ચે ગાડી ચાલી, વચ્ચે બે ઘણી મોટી ટનેલ (બુગડાઓ) આવી અને આખરે લગભગ ણા વાગે રાત્રે જીનેવ (Geneva) આવી પહેંચ્યા. જીનેવ એ સ્વીટઝરલાંડનું ફાન્સની બાજુનું મુખ છે અને અહીં લીગ એફ નેશન્સ બેસે છે તે વાંચ્યું હતું તેથી આ પ્રદેશમાં ઘણે આનંદ પડશે એમ પ્રથમથી જ ધાર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com