________________
૨૫૦
યુરોપનાં સંસ્મરણે
ઈટાલિ
રેલવેમાં સામાન વેઠવી બેઠા. કેટલાંક સ્ટેશને ગાડી ઊભી રહી. હવે બધું ઈટાલીઅન આવવા લાગ્યું. ઘરે ઉપર નળીઓ હિંદુ
સ્થાનનાં જેવાં અને ઘરે બરફ કે શરદીથી કાળાં પડેલાં નહિ પણ મુંબઈ જેવાં ઉજળાં દેખાયાં. લોકો પણ કાંઈક હિંદુસ્થાની જેવા અને દેખાવમાં વધારે રૂપાળાં લાગ્યાં.
૧૦-૨૦ સવારે અમે મીનાજીએ સ્ટેશને પહોંચ્યા. વચ્ચે સામાન વધારે છે એમ કહી, અમારી પાસેથી ૯ લીરા લીધા. એક પાઉન્ડના ૧૪૪ લીરાને ભાવ હતો અને અમે જરૂરી લીરા લઈ લીધા હતા. જ્યારે જ્યારે નવા પ્રદેશમાં જવાનું થાય ત્યારે ત્યાંના ચલણનું થોડું નાણું જરૂર રાખવું, નહિ તે મજુર વિગેરેને સમજાવવામાં ઘણું મુશ્કેલી પડે છે અને આપણે નકામું નુક્સાન વેઠવું પડે છે.
ટ્રેન તે સાધારણ હતી પણ અંદર મખમલ જડેલ હતે. ગાડીમાં બેસી ઉપરને સ્ટેશને ઉતર્યા ત્યાં કામે સરોવર દેખાયું. ગાડીને પણ ત્યાં લઈ જવામાં પાછી ચલાવવી પડે છે. ભાષા કોઈ સમજાય નહિ, પણ અટકળે બધી વાત ચલાવતા હતા. મીનાજીઓ Menaijio સ્ટેશનથી સ્ટીમરમાં સવારે ૧૦-૨૦ બેઠા. સ્ટીમરમાં અમને એક અમેરિકન વકીલ મળ્યા. એની ઉમર ૭૬ વર્ષની હતી. એને હિંદુસ્થાન સંબંધી ઘણું જાણવાનું મન હતું અને ઘણું જાણતા હતા. એણે એક કલબ સ્થાપી છે તેનું નામ સે વર્ષની ક્લબ.”સે વર્ષ જીવવાની ઇચ્છાવાળા તેના મેંબર થાય છે. પિતે કેટલાક વર્ષથી વાનપ્રસ્થ થયેલ છે, ગરીબને મફત કાયદાની સલાહ આપવાની મંડળીના ૪૦ વર્ષથી ડાયરેકટર છે, ન્યુયોર્કમાં પ્રેકટીસ કરતા હતા. એમણે મારી સાથે બે કલાક બહું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com