________________
૩૬૮
યુરેપનાં સંસ્મરણે
જર્મની
તેમાં આવતાં વિશેષ નામે જ વાંચી શકું. એ પુસ્તક જોવા જેવું છે.
ડે. કીરિફેલ સાથે ખૂબ વાત થઈ. એ બહુ ઉત્સાહી છે. જર્મન પ્રોફેસરે ૧૪-૧૫ કલાક કામ કરે છે તે ડે. યાકેબી અને ડે. કીરફેલના બેલવાથી જ સમજાઈ જતું હતું. ડે. કીરહેલ મને હાઈનનો કોઠે જોવા લઈ ગયા. નદી મટી દરિયા જેવી છે. તેમાં મોટી રટીમરે ચાલે છે. બોન પાસે તેને પણ ઘણે વિશાળ છે અને પુલ (બ્રીજ) પણ ઘણે જબરે છે.
પછી તેમણે મને બેનની યુનિવર્સિટિ બતાવી. એની લાઈબ્રેરી લગભગ અરધો માઈલ લાંબી છે, પાંચ માળ છે. પુસ્તકોના નામવાર અને કર્તાવાર કાર્ડલીસ્ટો છે. એની ગોઠવણ જે હું તે સ્તબ્ધ થઈ ગયો. યુનિવર્સિટિ પણ જોઈ. ટર્મને એ લેક સીએસ્ટા' કહે છે. બધા વિષ યુનિવર્સિટિમાં શીખવાય છે. પરદેશથી આવે તેને ખર્ચ ત્રણસે માર્ક દરમાસે આવે. હોસ્ટેલ જેવું ત્યાં કાંઈ છે જ નહિ. ખાવા પીવાં રહેવાની સગવડ જાતે કરી લેવાની. ખાનગી ઘરોમાં રહેવાની સગવડ થઈ શકે છે.
ઇજનેરી અને ઉગી લાઈન બધી યુનિવર્સિટિમાં ઉત્તમ છે. ત્યાં હિંદના વિધાર્થી ઘણું છે અને તેમને ખાસ પ્રેમથી શીખવવામાં આવે છે. દાખલ થવાની મુશ્કેલી પડતી નથી. જવું હોય તેમણે જુનમાં જવું. ત્રણ માસ રજાના છે તેમાં જર્મન ભાષા પર કાબુ આવી જાય, રીતભાત સમજાય, શિયાળે એકદમ આવે તે લાગે નહિ, બધી કોલેજો નબરની પહેલી તારિખે શરૂ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com