________________
જર્મની
૩૭૦
યુરોપનાં સંસ્મરણો ખાધા. બપોરે ત્રણ વાગે નીકળ્યા હતા તે આવી રીતે આનંદમાં કલાક ગાળી અમે આઠ વાગે “બેન પાછા ફર્યા. ડેપ્ટર યાકોબી મને હોટેલમાં મૂકી પિતાને ઘરે ગયા.
. ડીરલને ત્યાં એક “. લેલે’ નામના હિન્દી વિદ્યાર્થી રહે છે. એ ત્યાં ગૃહ્યસૂત્રનો સંસ્કૃત અભ્યાસ કરવા આવેલ છે. વડોદરા રાજ્યને ખરચે ત્યાં રહે છે. “બેન’ યુનિવર્સિટિમાં દાખલ થયેલ છે. પ્રો. કીરહેલને દર માસના ૧૮૦ માર્ક (લગભગ ૯ પાઉંડ) આપે છે. એ ઘણા વિદ્વાન માણસ છે. એની પાસેથી જર્મનીના અભ્યાસ સંબંધી ઘણી હકીકત મને મળી. છે. જે કેબી સાથે ચર્ચા.
આ વિ૫રિચયમાં મારે વધારે વખત ગાળવો હતો મારી મુસાફરીના તે મુખ્ય ઉદેશમાં એક હતું તેથી બીજે દિવસ (તા. ૧૭ મંગળ) પણ બની રહ્યા. ગઈ કાલના ધોરણે આજે સવારે ૮ વાગે ડે. યાકોબીને ઘેર ગયો. આજે ઉપમિતિભવપ્રપંચના કાળનિર્ણય પરજ વાત શરૂ થઈ. એમણે હરિભદ્રસૂરિની સમરાઈગ્ન કહાની પ્રસ્તાવના મને ગઈ કાલે છાપેલી આપી હતી અને તે મેં રાત્રે વાંચી રાખી ચચો કરવાના મુદ્દા નોંધી રાખ્યા હતા. વાતે આજે તે બહુ થઈ.
હરિભદ્રસૂરિએ દિનાગના ન્યાયપ્રવેશ પર ટીકા લખી છે એટલે હરિભદ્રસૂરિ દિનાગ પછી થયા એ પ્રથમ વાત. ધમકીર્તિ બંધ ન્યાયવેત્તા થયા તેના ઉપર અનેકાંત જયપતાકામાં શ્રી હરિભદ્રસૂરિએ એનું નામ આપીને તેના ઉપર ટીકા કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com