________________
૩૭૪
યુરેપનાં સંસ્મરણો
જર્મની
તરીથી છવાયેલી છે. ઉપર ચઢતાં જઈએ તેમ નદી અને દૂરના પ્રદેશ વધારે વધારે દેખાતા જાય.
ઉપર ગયા ત્યાં સેંકડો સ્ત્રી પુરૂષો કરતા હતા કેઈ ચા કેફી લેતા હતા. જોવાનું દરનું દ્રશ્ય ઘણું મજાનું હતું. ત્યાંથી સાતે ટેકરીઓ દેખાતી હતી. એક ટેકરી પર અગાઉ જ્વાળામુખી હત તેને દૂરથી જોયો. લેકેનો આનંદ છે. લડાઇ પછી જર્મનીને ઘાણ નીકળી ગયો હશે અને બધા દબાઈ ગયા હશે એમ મનમાં લાગતું હતું તેને બદલે જીવન દેખાયું. સામે વાજામાં સંગીત ચાલતું હતું.
મને ડે. યાકેબીએ સાથે રહીને બધું બતાવ્યું. એમના સંગીતનો અભ્યાસ ઘણે વૈજ્ઞાનિક છે. એમણે “ધ્વન્યાલેક' ગ્રંથ છપાવ્યો છે અને આખું અલંકારશાસ્ત્ર તે હેઢે છે. ઈટાલીઅન, ઈગ્લીશ, જર્મન, ફેન્સ સ્કૂલે મ્યુઝીકમાં તદન જૂદી છે તેનો તફાવત સ્પષ્ટ કર્યો. હિંદુસ્થાનના છંદશાસ્ત્રનું એમનું જ્ઞાન તે અજબ, એટલે એની સાથે તફાવત પણ એમણે ખુલાસાવાર કલ્યા.
જર્મનીને આખે ફળદ્રુપ પ્રદેશ જોઈ અને ચારે તરફ નાના નાના ગામની માંડણી જોઈને આનંદ થશે, સાથે આપણને એ સ્થિતિએ પહોંચતાં બહુ વખત લાગશે એ વિચારથી સહજ ગ્લાનિ પણ થઈ.
ત્યાં ટેકરી ઉપર ઘણું જોયું. પાછા ઘણે લાંબે રસ્તે ચાલીને નીચે ઉતર્યા. ડે. યાકેબી સાથેજ ચાલતા હતા. હેમચંદ્રાચાર્યના અલંકારપર વાત થઈ ત્યારે અલંકારશાસ્ત્રની શતક્વાર બધી વાત કરી નાખી. છેવટે જગન્નાથ કવિએ સત્તરમા સૈકામાં રસગંગાધર લખે તેની પણ વાત કરી. અલંકારચૂડામણિમાં તે વખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com