________________
૩૮૨ યુરેપનાં સંસ્મરણે બેજિયમ અમને બુલવાને રસ્તે તેણે ન લીધા, બહાર બહાર ચાલ્યો. લગભગ ચારેક માઈલ જઈને કહે મારી મોટરમાં અંદરનું મશીન ભાંગી ગયું. કહે કે ૩૬ ફાંક આપે. અમે લડવા લાગ્યા, પણ જંગલમાં લડવું કામનું શું? એ તદન જૂઠે જ હતો એમ અમને શંકા હતી. માથાકુટ ઘણી કરી મારા મિત્રે દયા ખાઈ પૈસા આપવા હા પાડી. હું બેજીઅન ભાષા સમજું નહિ, પેલો અંગરેજી સમજે નહિ.
ત્યાં પડખે ટ્રામ નીકળી તેમાં બેસી વોટરલૂ ગયા. પરદેશીને કુકની ટુર કેટલી ઉપયોગી છે તેને છેવટે સારે ખ્યાલ આવ્યો. - વોટરલૂનું મેદાન જબરજસ્ત છે. લાખ સિપાઈ સમાઈ શકે એવું એ યુરોપનું પાણીપત છે. મેં કુરુક્ષેત્ર જોયું હતું એટલે એને આની સાથે સરખાવી શક્યો.
ટ્રામમાંથી ઉતરી ત્રણેક મિનિટ ચાલીએ ત્યાં હોટેલોની હારમાળા આવે છે. અહીં સેંકડો ટુરિસ્ટ આવે છે તેની સગવડ માટે આ હોટેલો છે. અમે તો પ્રથમ દૃશ્ય જેવા ગયા.
એક સુંદર ગોળાકાર વેલ્ટ (ધુમ્મટ) છે તેમાં ફી આપી જવાનું. અંદર ગયા પછી ગાઈડ બુકો અને ચીત્રો મળે. એમાં સામાં ગુંબજના ૧૨ ભાગ પાડયા છે. દરેક ભાગમાં શી હકીકત છે તે બુકમાં જોઈ લેવાની. સરવે ટમાં ચિત્ર છે. એની પર સ્પેકટીવ એવી સુંદર છે કે ખેતર આકાશ લશ્કર બધું જાણે માઈલ સુધી લંબાયું હોય એમ લાગે. એની ઉંચાઈ તે માત્ર ૨૫ ફીટ હશે અને ગોળ આકારમાં બહારથી જોઈએ તે ઘાંસલેટની ટાંકી જેવું લાગે.
નેપલીઅન ધોળા ઘોડા પર સ્વાર છે. તેનું લશ્કર કાળા પિશાકમાં કુચ કરે છે. અંગરેજો સામેથી આવે છે. અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com