________________
વિટરલૂ
લડાઈને દેખાવ
૩૮૩
ઘોડા મરી ગયા છે. અમુક સરદાર પડે. અંગરેજ લશ્કર ભાગ્યું. વેલીંગ્ટન પાછું બેલાવી લાવે છે. એની ધીરજ અને અડગતા દેખાય છે. અનેક માણસે અને ઘોડાઓ મરેલા પડેલા દેખાય છે. સામેથી ખેતરોમાંથી ઝુંપડાની તળેથી સુખ દારૂગોળા ઉડે છે. અંગરેજો સામા ધ્વનિ કરે છે. ત્યાં દૂરથી બુચરનું લશ્કર દેખાય છે. નેપેલીઅનની ગણતરી પિતાના રીઝર્વ લશ્કરની હતી તે ખોટી પડે છે. મોટી સંખ્યામાં બ્લચરને જુએ છે. જર્મન લકરથી એ ડરી જાય છે. અંગરેજો નાસવાની અણું ઉપર હતા ત્યાં વખતસરની મદદ આવી પહોંચે છે. ઘડાઓની કતલને પાર નથી. સ્કવેરમાં વ્યુહરચનાઓ જેવા જેવી છે. રીઝર્વ લશ્કરને કયાં અને કેમ રાખવું તે જોવાય છે.
આવી રીતે બાર દેખાવ જેવાના છે. એ પ્રત્યેકનું વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે. એનાં ચિત્ર જોવા લાયક છે. ચિત્ર એવી સુંદર રીતે કાઢયું છે કે એણે ઘણી ઓછી જગ્યા રેકી છે છતાં માઈલ સુધી દેખાય છે. આકાશને દેખાવ, ખેતરને દેખાવ, ઝુંપડાનો દેખાવ, દારૂગેળાના ધુમાડા અને ઝાડોની હાર આખા રણક્ષેત્રને અને જંગને ખ્યાલ આપે છે. મેં એ સર્વ ચિત્રે લીધાં છે પણ અસલ ઘુમ્મટની અંદરના ચિત્રકામ સાથે એની સરખામણી થઈ શકે તેવું નથી.
નીચે “સુવીનીર મળે છે. સુવીનીર એટલે અમુક સ્થાને જઈ આવ્યા તેની યાદગરીમાં ખરીદેલી ચીજે. બેનાપાર્ટ પિતળનો, ટેકરી ઉપર બેનાપાર્ટ, ફેટા વિગેરે અનેક રીતે બેનાપાર્ટ ત્યાં મળે છે. ચિત્રો અને કાડૅ તથા આલ્બમે પણ મળે છે. ઈચ્છા પ્રમાણે લઈ બહાર આવ્યા પછી લડાઈની યાદગિરીમાં એક સ્મરણસ્તંભ માટીને કર્યો છે તે પર જવાનું છે. એનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com